Get The App

ચેમ્પિયન્સ ટ્રોફીમાં જસપ્રીત બુમરાહ રમશે કે નહીં? BCCIની મેડિકલ ટીમ ડોક્ટર સ્કાઉટનના સંપર્કમાં

Updated: Jan 27th, 2025


Google News
Google News
ICC Champions Trophy


ICC Champions Trophy Jasprit Bumrah: ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે BCCI એ પસંદ કરેલી 15 સભ્યોની ટીમમાં બુમરાહની પસંદગી તો કરી લીધી છે. પરંતુ ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ હજુ સુધી સાજો ન થતાં બીસીસીઆઈની ચિંતા વધારી છે. ફાસ્ટ બોલરની પીઠ પર થયેલી ઈજા હજી સુધી રિકવર થઈ નથી. BCCI બુમરાહની સારવાર કરી રહેલા ન્યૂઝીલેન્ડના ઓર્થોપેડિક સર્જન ડો. રોવન સ્કાઉન્ટનનો સંપર્ક સાધી તેની ફિટનેસ મુદ્દે અપડેટ લઈ રહ્યું છે. 

ઈંગ્લેન્ડ સામેની મેચમાં પણ ગેરહાજર રહેશે બુમરાહ

આગામી 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI રમાશે. જેમાં બુમરાહની ગેરહાજરી જોવા મળી શકે છે. ઈન્ડિયન ક્રિકેટ બોર્ડ (BCCI) આગામી મહિને શરૂ થનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે બુમરાહ સાજો નહીં થાય તો તેનો વિકલ્પ ઉભો કરવાની યોજના પણ ઘડી રહ્યું છે. સૂત્રો અનુસાર, બીસીસીઆઈના સિલેક્ટર્સ મોહમ્મદ સિરાજને બુમરાહના સ્થાને રમાડી શકે છે.

આ પણ વાંચોઃ કોહલી-રોહિત કે ધોની નહીં તો કોણ છે ટોપ-5 ભારતીય ક્રિકેટર? જાણો દિગ્ગજે કોના-કોના નામ આપ્યાં

બીસીસીઆઈની મેડિકલ ટીમ સતત સંપર્કમાં

બીસીસીઆઈની મેડિકલ ટીમ ન્યૂઝીલેન્ડમાં  ડો. સ્કાઉટનના સંપર્કમાં છે. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, 'સિલેક્ટર્સ જાણે છે કે, જો બુમરાહ ટાઈમલાઈન પહેલાં 100 ટકા સ્વસ્થ થઈને પરત ફરશે તો તે ઈશ્વરનો કરિશ્મા ગણાશે.' ડો. સ્કાઉટન 2022માં ટી20 વર્લ્ડકપથી બુમરાહની સ્વાસ્થ્ય લગતી સમસ્યાોનું નિદાન અને સારવાર કરી રહ્યા છે. હાલમાં જ સિડનીમાં ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહને  ઈજા થઈ હતી. બુમરાહને ત્રણ સપ્તાહના ઓફલોડિંગ પ્રોસેસ લેવા સલાહ આપી હતી. ઓફલોડિંગ પ્રોસેસમાં ખેલાડીને કોઈપણ શારીરિક કસરતો કે, મેચ પ્રેક્ટિસ કરવાની મંજૂરી મળતી નથી. ઓફલોડિંગ પ્રોસેસ ગત સપ્તાહે જ પૂર્ણ થઈ હતી. હવે બીસીસીઆઈ બુમરાહની પીઠની ઈજામાં સુધારો થયો છે કે, નહીં,  તેનું મૂલ્યાંકન કરી રહી હતી. મૂલ્યાંકન બાદ રિપોર્ટ ન્યૂઝીલેન્ડમાં તેના ડોક્ટર પાસે મોકલવામાં આવશે.  ડો. સ્કાઉટનના ફીડબેકના આધારે આગામી નિર્ણય લેવામાં આવશે.

બુમરાહનો વિકલ્પ શોધવો જરૂરી

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'જસપ્રીત બુમરાહની ઈજા જો ઝડપથી ઠીક નહીં થાય તો સિલેક્ટર્સે આગામી રમાનારી મેચ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે બુમરાહનો વિકલ્પ શોધવો પડશે. અગાઉ પણ ટી20 વર્લ્ડ કપમાં બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે તેના પીઠના નીચલા હિસ્સામાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયુ હતું. જેની સર્જરી ડો. સ્કાઉટને કરી હતી.'

ચેમ્પિયન્સ ટ્રોફીમાં જસપ્રીત બુમરાહ રમશે કે નહીં? BCCIની મેડિકલ ટીમ ડોક્ટર સ્કાઉટનના સંપર્કમાં 2 - image

Tags :
ICC-Champions-TrophyJasprit-BumrahSports-News

Google News
Google News