'જો હું વિરાટ સાથે...' કિંગ કોહલી પર ફિદા છે આ મહિલા ખેલાડી, પોડકાસ્ટમાં કરી દિલ ખોલીને વાત

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
virat kohli and zara jetly


Xara Jetly Women Wants to Take Photo with Virat Kohli: વિરાટ કોહલીનું દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. એવામાં હવે ન્યૂઝીલેન્ડની યુવા સ્પિનર ​​ઝારા જેટલી પણ કોહલીની ફેન લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. 22 વર્ષની ઝારાએ કોહલી સાથે  ફોટો કિલક કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેમજ એક દાવો પણ કર્યો છે જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. 

કોહલી પર ફિદા છે આ મહિલા ક્રિકેટર 

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની અગ્રણી ખેલાડી ઝારા જેટલી વિરાટ કોહલીની મોટી ફેન છે. ઝારા જેટલીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં કોહલી વિશે ઘણી વાતો કહી હતી. આ શોમાં તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો તમને કોઈ બે ક્રિકેટર, એક પુરૂષ ક્રિકેટર અને એક મહિલા ક્રિકેટરને બોલિંગ કરવાનો મોકો મળે તો તમે કોને બોલિંગ કરવાનું પસંદ કરશો? આ દરમિયાન ઝારાએ કહ્યું, 'પુરુષ ક્રિકેટમાં હું વિરાટ કોહલીને બોલિંગ કરવા માંગુ છું. જો હું વિરાટ કોહલી સાથે ફોટો કલીક કરાવીશ અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકું તો તે જ મારું લક્ષ્ય રહેશે.'

આ પણ વાંચો: યારો કા યાર! દોસ્તોને ક્યારેય ભૂલતો નથી ધોની, ફોટો વાયરલ થતાં લોકોએ કહ્યું- સાદગી તો જુઓ

બાદમાં, ઝારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, 'વિરાટ કોહલી અને હું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે ચોક્કસપણે સાથે ફોટો લઈશું - મારા આ શબ્દોને યાદ રાખજો!'

આ પણ વાંચો: 2011માં મને મરી જવાના વિચાર આવતા હતા, હું નકામો હોવ એવું લાગતું હતું, પૂર્વ ભારતીય ક્રિકેટરનો ખુલાસો

કોણ છે ઝારા જેટલી?

ઝારા જેટલી ન્યૂઝીલેન્ડની સ્પિનર છે, તેણે હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ મેચ નથી રમી અને ડેબ્યૂની રાહ જોઈ રહી છે. પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. વિમેન્સ સુપર સ્મેશની છેલ્લી સિઝનમાં વેલિંગ્ટનની જીતમાં ઝારાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યાં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે યોજાયેલી ફાઇનલમાં ધ બ્લેઝે કેન્ટરબરીને 1 રનથી હરાવ્યું હતું. ઝારા જેટલી ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર ચાહકોમાં લોકપ્રિય પણ છે. 

'જો હું વિરાટ સાથે...' કિંગ કોહલી પર ફિદા છે આ મહિલા ખેલાડી, પોડકાસ્ટમાં કરી દિલ ખોલીને વાત 2 - image


Google NewsGoogle News