Get The App

27 ચોગ્ગા, 7 છગ્ગા... કિવી બેટરે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી, તોડ્યો કાંગારૂ બેટરનો વર્લ્ડ રેકોર્ડ

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
27 ચોગ્ગા, 7 છગ્ગા... કિવી બેટરે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી, તોડ્યો કાંગારૂ બેટરનો વર્લ્ડ રેકોર્ડ 1 - image
Image: X

Chad Bowes Record: ન્યૂઝીલેન્ડના ચાડ જૈસન બોવેસે વનડે ટૂર્નામેન્ટ ફોર્ટ ટ્રોફીની છઠ્ઠી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. ચાડે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેંટરબરીના બેટર ચાડ બોવેસે ઓટોગો સામે ઓપનિંગ કરી શાનદાર ઇનિંગ રમી હતી. તેણે બેવડી સદી ફટકારી ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ભારતના નારાયણ જગદીસનના રેકોર્ડને તોડી દીધો દીધો છે. 

103 બોલમાં 200 રન

23 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડના બેટર ચાડ બોવેસે લિસ્ટ-એ એક દિવસીય ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી ઝડપી સદી ફટકારી છે. કેંટરબરી કિંગ્સના ઓપનર ચાડે હેગલે ઓવલમાં ખૂબ જ ઓછા દર્શકો સામે ઓટાગો વોલ્ટ્સ સામે ફક્ત 103 બોલમાં 200 રન બનાવીને છેલ્લા રેકોર્ડને 11 બોલમાં ધ્વસ્ત કરી દીધો.

આ પણ વાંચોઃ રોહિત, પ્લીઝ યાર...', ફેન ગર્લની રિક્વેસ્ટ પર 'હિટમેન' જે કર્યું તેનો VIDEO થયો વાઈરલ

ઓસ્ટ્રેલિયા અને ભારતીય ખેલાડીનો રેકોર્ડ તોડ્યો

ચાડ બોવેસે ઓસ્ટ્રેલિયાના અને સનરાઇઝર્સ હૈદરાબાદના શાનદાર બેટર ટ્રેવિસ હેડ (Travis Head)નો રેકોર્ડ તોડી દીધો છે.  ટ્રેવિસે આ પહેલાં લિસ્ટ-એમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા માટે રમતાં 114 બોલમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ અને તમિલનાડુના બોલર નારાયણ જગદીસને પણ 2022માં વિજય હજારે ટ્રોફી મેચમાં અરૂણાચલ પ્રદેશ સામે 114 બોલ પર 200 રન બનાવ્યા હતાં. 


ચાડ બોવેસે મેચમાં 110 બોલનો સામનો કરતાં 205 રન બનાવ્યાં, જેમાં 27 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ છે. તેનીસ બેવડી સદીની મદદથી ટીમને મોટો સ્કોર બનાવવામાં સફળતા મળી. ચાડ બાઉસ સિવાય મેચમાં જાકારી ફૉલ્કસે 49 રનની ઇનિંગ રમી હતી. કેંટરબરીની ટીમે આ રીતે નિર્ધારિત 50 ઓવરમાં 343 રન બનાવ્યા હતાં.

આ પણ વાંચોઃ દિવાળીના દિવસે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી મેચ, જાણો કોને મળી હતી જીત

બોવેસની કારકિર્દી

જો બોવેસના ક્રિકેટની કારકિર્દીની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ માટે 6 વનડે અને 11 ટી20 મેચ રમી છે. ફોર્ડ ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ઈતિહાસમાં બીજો ખેલાડી પણ બની ચુક્યો છે. પૂર્વ બ્લેક કેપ્સ બોલર જેમી હાઉ (2012-13 સિઝનમાં 222) આવું કરનાર એકમાત્ર ખેલાડી હતો. 

સૌથી ઝડપી લિસ્ટ-એ બેવડી સદી ફટકારનાર બેટર
બોલ
ચાડ બોવેસ
103
ટ્રેવિસ હેડ
114
એન જગદીસન
114

 


Google NewsGoogle News