Get The App

ટી20 વર્લ્ડકપ: તો શું સંન્યાસ લઈ લેશે કેન વિલિયમસન? જાણો કરિયરને લઈને શું કહ્યું

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
 Kane Williamson On His Retirement


Kane Williamson Retirement: ટી20 વર્લ્ડકપ 2024માં ન્યુઝીલેન્ડની ટીમે ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમ સુપર-8માં પણ પોતાનું સ્થાન મેળવી શકી ન હતી. અને વર્લ્ડકપની બહાર ફેંકાઈ ગઈ હતી. ટીમના કેપ્ટન કેન વિલિયમસનનું વર્લ્ડ કપમાંપ્રદર્શન સારું રહ્યું ન હતું. તેઓ પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે. મીડીયા સાથે વાત કરતી વખતે 2026ના વર્લ્ડકપ માટે તેઓ અનિશ્ચિત જણાઈ રહ્યા હતા.

ટીમે ફરીથી એક થવાની જરૂર

વર્લ્ડકપમાં ટીમની હાર બાદ વિલિયમસનના ભવિષ્ય પર સવાલો થઇ રહ્યા છે. કેપ્ટને કહ્યું કે, ટીમને ફરીથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સમય લાગશે. તેમણે 2026 વર્લ્ડકપમાં રમવાને લઈને કઈ કહ્યું ન હતું. જયારે તેમને સવાલ કરાયો કે તેઓ 2026 વર્લ્ડકપમાં રમશે? વિલિયમસને જવાબ આપતા કહ્યું કે, મને પણ ખબર નથી હજી ઘણો સમય છે  ટીમે ફરીથી એક થવાની જરૂર છે. આગળના એક વર્ષ અમારી પાસે રમવા માટે ટેસ્ટ ક્રિકેટ છે. અત્યારે બીજા અંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવાની કોશિશ કરીશું. આગળ વિલિયમસને વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડના પ્રદર્શનને લઈને કહ્યું હતું, મને હંમેશા લાગે છે કે, આપણે હંમેશા વધારે કરવાની કોશિશ કરીએ છીએ. પરંતુ આ ખરેખર એક અલગ અનુભવ રહ્યો છે. અહીંની સ્થિતિ બેટર માટે ઘણી પડકારજનક હતી. ન્યુઝીલેન્ડે વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત સૌથી પાછળ કરી હતી. પરંતુ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે સતત હાર બાદ ટીમ ચાર દિવસમાં વર્લ્ડકપ માંથી બહાર થઈ ગઈ હતી. તે વિશે વિલિયમસને કહ્યું, અમને શરૂઆત કરવામાં ખૂબ મોડું થઇ ગયું, અને પછી થોડા જ દિવસોમાં અમે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયા. તે નિરાશાજનક હતું. અમે મજબૂત શરૂઆત કરવા માગતા હતા, પરંતુ એવું બન્યું નહીં,"

વિલિયમસનની કેપ્ટનશીપ

દરેક ફોર્મેટમાં રમનારા વિલિયમસન આધુનિક ક્રિકેટના મહાન ખેલાડીઓમાં તેમની ગણના થાય છે. 10 વર્ષથી તે ન્યુઝીલેન્ડની ટીમના શાનદાર બેટર રહ્યા છે. વિલિયમસનના નેતુત્વ હેઠળ, ન્યુઝીલેન્ડ પહેલી વખત 2015 અને 2019માં વનડે વર્લ્ડકપ, 2021 T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચ્યું હતું. જે ન્યુઝીલેન્ડે જીત્યું હતું. વિલિયમસને આ ચારમાંથી ત્રણ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.


Google NewsGoogle News