Get The App

ક્રિકેટમાં નવા 'ઈલેક્ટ્રા સ્ટમ્પ્સ'ની એન્ટ્રી, ફોર-સિક્સરથી લઈને નૉ બોલ સમયે દેખાશે વિવિધ રંગ

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
ક્રિકેટમાં નવા 'ઈલેક્ટ્રા સ્ટમ્પ્સ'ની એન્ટ્રી, ફોર-સિક્સરથી લઈને નૉ બોલ સમયે દેખાશે વિવિધ રંગ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર 2023 શનિવાર

ક્રિકેટમાં નવા જમાનાના સ્ટમ્પ્સની એન્ટ્રી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટી20 લીગ બિગ બેશ લીગમાં આ નવા સ્ટમ્પ્સ નજર આવ્યા છે. તેમને ઈલેક્ટ્રા સ્ટમ્પ્સ નામ આપવામાં આવ્યુ છે. આ સ્ટમ્પ્સની ખાસિયત એ છે કે ફોર-સિક્સરથી લઈને નો બોલ સુધી, દરેક વખતે આ વિવિધ પ્રકારના રંગ શો કરશે. આ તમામ રંગ ખૂબ આકર્ષક પણ નજર આવી રહ્યા છે.

બિગ બેશ લીગ મેચ પહેલા માર્ક વો અને માઈકલ વોનએ આ સ્ટમ્પ્સ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યુ. માઈકલ વોનએ કહ્યુ કે આ સ્ટમ્પ્સ વુમન્સ બિગ બેશમાં ઉપયોગ કરવામાં આવી ચૂકેલા છે પરંતુ આ પહેલી વખત હશે જ્યારે કોઈ પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેનો ઉપયોગ કરાશે. જે બાદ માર્ક વો એ આ સ્ટમ્પ્સની ખાસિયતો જણાવી.

ક્રિકેટ

કોઈ પણ ખેલાડી આઉટ થાય ત્યારે પછી ભલે તે કોઈ પણ પ્રકારે આઉટ થાય તો આ સ્ટમ્પ્સમાં લાલ લાઈટની સાથે આગ જેવા કલર નજર આવશે. 

ફોર

જ્યારે બોલ બાઉન્ડ્રીને ટચ કરશે તો આ સ્ટમ્પ્સમાં જુદા-જુદા પ્રકારની લાઈટો ઝડપથી શિફ્ટ થતી નજર આવશે.

સિક્સર

જ્યારે બોલ સીધી બાઉન્ડ્રીની બહાર પહોંચશે તો આ સ્ટમ્પ્સમાં અલગ-અલગ કલર સ્ક્રોલ થતા નજર આવશે.

નો બોલ

અમ્પાયરના નો બોલના ઈશારા પર આ સ્ટમ્પ્સ પર લાલ અને સફેદ રંગની લાઈટ સ્ક્રોલ થતી જોવા મળશે.

ઓવર્સની વચ્ચે

એક ઓવર ખતમ થવા અને બીજી ઓવરના શરૂ થવા વચ્ચે સ્ટમ્પ્સ પર પર્પલ અને વાદળી રંગની લાઈટ ચાલતી રહેશે. 


Google NewsGoogle News