ભાલા ફેંકમાં નીરજ ચોપરાનો રજત ચંદ્રક પણ અદ્વિતીય
ટોકિયો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક જીતનારા નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ૮૯.૪૫ મીટરના થ્રો સાથે રજતચંદ્રક જીત્યો હતો. નીરજની સુવર્ણની આશા ફળી નહતી, પણ તેનો રજત ચંદ્રક પણ ભારતીય એથ્લેટિક્સ માટે અદ્વિતિય બની રહ્યો હતો. નીરજ સતત બે ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનારો એકમાત્ર ભારતીય એથ્લીટ બન્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારત તરફથી સૌથી શ્રેષ્ઠ પરિણામ આપી રજત ચંદ્રક જીતનારો તે એકમાત્ર ખેલાડી હતો. તેણે ચાલુ વર્ષે દોહા અને લુસાને ડાયમંડ લીગ જીતી હતી. જોકે બ્રસેલ્સમાં યોજાયેલી ડાયમંડ લીગ ફાઈનલ્સમાં તેને રજત સફળતા મળી હતી.