Get The App

દેશ માટે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી લાવનાર નીરજના વડાપ્રધાન મોદીએ કર્યા ભરપૂર વખાણ

Updated: Aug 9th, 2024


Google News
Google News
દેશ માટે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી લાવનાર નીરજના વડાપ્રધાન મોદીએ કર્યા ભરપૂર વખાણ 1 - image


Olympics 2024 : દેશ માટે મેડલ ચૂકી જનારી વિનેશ ફોગાટ બાદ હવે નીરજ ચોપડાએ સિલ્વર મેડલ અપાવતાં ફરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમ સામે હારી જવા છતાં સિલ્વર મેડલ જીતી લાવનાર નીરજ ચોપડાના વડાપ્રધાન મોદીએ ભરપૂર વખાણ કર્યા હતા. 

શું બોલ્યાં વડાપ્રધાન મોદી? 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે નીરજ ચોપડાએ ઉત્કૃષ્ટતા વ્યક્ત કરી. સમય સાથે ફરી પોતાની મહાનતા દર્શાવી. ભારત ખુશ છે કે તે ફરી એકવાર ઓલિમ્પિકમાં સફળ થઈને પાછો આવી રહ્યો છે. સિલ્વર મેડલ જીતવા બદલ નીરજને ખુશ ખુશ શુભેચ્છા. તે આવનારા અસંખ્ય એથલીટ્સને તેમના સપનાં સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરશે અને આપણા દેશનું ગૌરવ વધારશે. 

આ પણ વાંચો : Paris Olympics 2024: નીરજ ચોપરાને જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ, પાકિસ્તાનના નદીમે 92.97 મીટરના થ્રો સાથે જીત્યો ગોલ્ડ

નીરજે બનાવ્યો રેકોર્ડ 

આ સાથે નીરજ ચોપડા ઓલિમ્પિક્સમાં સતત બે મેડલ જીતનાર ભારતનો પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથલીટ બની ગયો છે. પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. તેણે બીજા પ્રયાસમાં 92.97 મીટર દૂર જેવલિન થ્રો કર્યો હતો. જ્યારે નીરજે તેના બીજા પ્રયાસમાં 89.45 મીટર દૂર જેવલિન થ્રો કરી સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. આ ઉપરાંત નીરજ ચોપડાના બાકી પાંચ પ્રયાસ ફાઉલ રહ્યા હતા. 

દેશ માટે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી લાવનાર નીરજના વડાપ્રધાન મોદીએ કર્યા ભરપૂર વખાણ 2 - image

Tags :
Neeraj-ChopraPM-ModiNarendra-ModiParis-Olympics-2024

Google News
Google News