નીરજ ચોપરા ફરી વર્લ્ડ ચેમ્પિયન, ફેડરેશન કપમાં જીત્યો ગોલ્ડ, જાણો કેટલે દૂર સુધી ફેંક્યો ભાલો
Image Twitter |
Neeraj Chopra wins Gold: ભારતીય સ્ટાર ગોલ્ડન બોય કહેવાતા નીરજ ચોપરાએ ફરી વાર દેશનું નામ ગર્વથી ઊંચું કર્યું છે. આજે નીરજ ચોપરાએ એથ્લેટિક્સ ફેડરેશન કપ 2024માં ભાલા ફેંકની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને તિરંગો લહેરાવ્યો.
નીરજ ભુવનેશ્વરમાં ચાલી રહેલા ફેડરેશન કપની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજે ફાઈનલ ઈવેન્ટમાં 82.27 મીટર ભાલા ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. 3 વર્ષમાં ભારતમાં નીરજની આ પ્રથમ ટૂર્નામેન્ટ હતી.
આ ટુર્નામેન્ટમાં નીરજ ઉપરાંત કિશોર જેના અને ડીપી મનુએ પણ ભાલા ફેંક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. મનુએ 82.06 મીટર ભાલો ફેંકી બીજા સ્થાન પર રહ્યો હતો. અને તે સિલ્વર મેડલ જીત્યો હતો.
નીરજ પેરિસ ઓલિમ્પિક માટે થયો ક્વોલિફાય
નીરજ ચોપરા અને કિશોર જેના પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. આ જ કારણ હતું કે, તેઓ બંનેએ ડાયરેક્ટ ફાઈનલમાં જગ્યા મળી હતી. નીરજ અને મનુ પછી ઉત્તમ પાટીલ ત્રીજા નંબર પર છે. ઉત્તમે 78.39 મીટર દૂર ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પ્રકારે રહ્યું હતું, નીરજ, મનુ અને જેના પરફોર્મન્સ
પ્રથમ થ્રો
નીરજ ચોપરા : 82 મીટર
કિશોર જેના : ફાઉલ
ડીપી મનુ : 82.06 મીટર
બીજો થ્રો
નીરજ ચોપરા : ફાઉલ
કિશોર જેના : 75.49 મીટર
ડીપી મનુ : 77.23 મીટર
ત્રીજો થ્રો
નીરજ ચોપરા : 81.29 મીટર
કિશોર જેના : ફાઉલ
ડીપી મનુ : 81.43 મીટર
ચોથો થ્રો
નીરજ ચોપરા : 82.27 મીટર
કિશોર જેના : ફાઉલ
ડીપી મનુ : 81.47 મીટર
પાંચમો થ્રો
નીરજ ચોપરા : પાસ
કિશોર જેના : 75 મીટર
ડીપી મનુ : 81.47 મીટર
છઠ્ઠો થ્રો
નીરજ ચોપરા : પાસ
કિશોર જેના : 75.25 મીટર
ડીપી મનુ : 75 મીટર