Get The App

'અરે તુ તો લાયો જ નહીં...' વડાપ્રધાન મોદીએ કઈ વાત યાદ અપાવતાં શરમાઈ ગયો નીરજ ચોપડાં

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
'અરે તુ તો લાયો જ નહીં...' વડાપ્રધાન મોદીએ કઈ વાત યાદ અપાવતાં શરમાઈ ગયો નીરજ ચોપડાં 1 - image


Image: Facebook

Paris Olympics: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહેલા એથલીટો સાથે વાતચીત કરી. આ દરમિયાન જ્યારે તેમણે જેવલિન થ્રો ચેમ્પિયન નીરજ ચોપડા સાથે વાત કરવાનું શરૂ કર્યું તો તે મૂડમાં જોવા મળ્યા. નીરજ ચોપડાએ કહ્યું, નમસ્તે સર, કેમ છો સર. પીએમ મોદીએ જવાબ આપ્યો- એવો જ છું. તેની પર પીએમ મોદીએ નીરજ ચોપડા સાથે ચૂરમાની વાત કાઢી.

પીએમ મોદી, નીરજ ચોપડા અને ચૂરમું

પીએમ મોદીએ હસતાં નીરજ ચોપડાને કહ્યું, ''તારું ચૂરમું તો આવ્યું જ નહીં.'' આ મુદ્દે હસતાં નીરજ ચોપડાએ શરમાતાં કહ્યું, જરૂર લઈને આવીશ સર. ગઈ વખતે દિલ્હીમાં ખાંડ વાળું ચૂરમું હતું. હરિયાણાનું ચૂરમું લઈને તમને ખવડાવીશ. પીએમ મોદીએ નીરજ ચોપડાને કહ્યું કે મને તારી માતાના હાથનું ચૂરમું ખાવું છે. તેની પર નીરજે વચન આપતાં કહ્યું કે પાક્કું સર.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહેલા એથલીટો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે જેવલિન થ્રો એથલીટ નીરજ ચોપડા સાથે પણ વાત કરી. પીએમ મોદીએ નીરજ ચોપડા સાથે ચૂરમું લાવવાની વાત કરી. તેમણે હસતાં નીરજ ચોપડાને કહ્યું, તારું ચુરમું તો આવ્યું જ નહીં. 

પીએમ મોદીને નીરજ ચોપડાનું જૂનું વચન

આ ચૂરમાનો કિસ્સો લગભગ 4 વર્ષ જૂનો છે. પીએમ મોદીએ વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકના મેડાલિસ્ટ સાથે બ્રેકફાસ્ટ કર્યું હતું. આ દરમિયાન ભાલા ફેંકમાં પહેલી વખત ગોલ્ડ જીતનાર નીરજ ચોપડાની સાથે ચૂરમુ ખાધું હતું. તે દરમિયાન પીએમ મોદીએ નીરજને કહ્યું હતું કે પરંતુ આ તારું ચુરમું તને ખૂબ પરેશાન કરવાનું છે. ત્યારે નીરજે તેમને પોતાના ઘરનું ચૂરમું ખવડાવવાનું વચન આપ્યું હતું. નીરજ કદાચ આ વાત ભૂલી ગયો પરંતુ પીએમ મોદીને તે અત્યાર સુધી યાદ હતું. 

નીરજ ચોપડા શા માટે શરમાઈ ગયો?

આ વખતે જ્યારે નીરજ ચોપડા ફરીથી પીએમ મોદીને મળ્યો તો આ વાત યાદ આવી ગઈ. પીએમે નીરજને પૂછી લીધું કે તુ ચૂરમું લઈને તો આવ્યો જ નહીં. જેની પર નીરજને કદાચ તે જૂનું વચન યાદ આવી ગયું. તેણે શરમાતા કહ્યું કે હું તમને પોતાના ગામ હરિયાણાનું ચૂરમું ખવડાવીશ.


Google NewsGoogle News