પેરિસથી સીધો જર્મની રવાના થયો નીરજ ચોપરા, કાકાએ કહ્યું- જરૂર પડી તો સર્જરી પણ કરાવશે

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
પેરિસથી સીધો જર્મની રવાના થયો નીરજ ચોપરા, કાકાએ કહ્યું- જરૂર પડી તો સર્જરી પણ કરાવશે 1 - image


Neeraj Chopra Left For Germany From Paris: પેરિસ ઓલિમ્પિકસ 2024નું સમાપન થઇ ગયું છે. જેમાં ભારતીય ખેલાડીઓએ 5 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. નીરજ ચોપરા ભારત માટે સિલ્વર જીતનાર એકમાત્ર ખેલાડી હતો. ઓલિમ્પિકસના સમાપન પછી 13 ઓગસ્ટના રોજ નીરજને અન્ય ભારતીય ખેલાડીઓ સાથે ભારત પરત ફરવાનો હતો, પરંતુ નીરજ ભારત પરત ફરવાના બદલે પેરિસથી સીધો જર્મની ચાલ્યો ગયો હતો. પણ નીરજને અચાનક જર્મની કેમ જવું પડ્યું? 

હકીકતમાં નીરજ ચોપરા હર્નિયાથી પીડિત છે, માટે તેને મેડિકલ સલાહ પર જર્મની જવું પડ્યું હતું. નીરજ ચોપરાના કાકા ભીમ ચોપરાએ આ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નીરજ સારવાર માટે પેરિસથી સીધો જર્મની ગયો છે. જો જરૂર પડશે તો નીરજ તેની સર્જરી પણ કરાવશે. તે લગભગ એક મહિના સુધી જર્મનીમાં રહેશે.

આ પણ વાંચો: આ પણ વાંચો: ભેંસ, કેશ અને અલ્ટો! ઓલિમ્પિક ગોલ્ડ મેડલીસ્ટ અરશદ નદીમને કેવી વસ્તુઓ ભેટ આપી રહ્યા છે પાકિસ્તાનીઓ

સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ ખુલાસો કર્યો હતો કે, 'મને 2017માં પહેલી વખત ગ્રોઈનનો દુખાવો થયો હતો અને તે પછી મે તેની સારવાર કરવી હતી. આ વર્ષની શરૂઆતમાં બધું સારું હતું. પરંતુ કદાચ મારે હવે સર્જરી કરાવવી પડશે, હું આ અંગે મારી ટીમ સાથે વાત કરીશ અને પછી નિર્ણય લઈશ.' 

નીરજ ચોપરાએ પેરિસમાં સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. અગાઉ નીરજે ટોક્યો ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસમાં નીરજે જેવલિનમાં 89.45 મીટર થ્રો ફેંકીને સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પેરિસથી સીધો જર્મની રવાના થયો નીરજ ચોપરા, કાકાએ કહ્યું- જરૂર પડી તો સર્જરી પણ કરાવશે 2 - image


Google NewsGoogle News