Diamond League 2023: નીરજ ચોપરાને સિલ્વર મેડલથી માનવો પડ્યો સંતોષ, ચેક રિપબ્લિકના વાદલેચે જીત્યો ગોલ્ડ
સેપ્ટેમ્બર 2022માં નીરજે ઝ્યુરિકમાં ડાયમંડ લીગની ફાઈનલ પોતાના નામે કરી હતી
ડાયમંડ લીગ 2023ની ફાઈનલમાં ભારતનો દિગ્ગજ ખેલાડી નીરજ ચોપરા બીજા સ્થાને રહ્યો હતો. નીરજે ફાઈનલમાં 83.80 મીટર દુર જેવલિન થ્રો કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યું હતું. જો કે ચેક રિપબ્લિકના ખેલાડી જાકુબ વાદલેચે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે બીજા પ્રયત્નમાં 83.80 મીટર જેવલિન થ્રો કર્યો હતો. આ ફાઈનલમાં નીરજ ચોપરાનો બેસ્ટ સ્કોર હતો. જયારે ચેક રિપબ્લિકના જાકુબે પોતાના અંતિમ પ્રયાસમાં 84.27 મીટર દુર જેવલિન થ્રો કર્યો હતો.
ઓલિવર હેલેન્ડર ત્રીજા સ્થાને રહ્યો હતો
ફિનલેન્ડના ઓલિવર હેલેન્ડરે 83.74 મીટર દુર જેવલિન થ્રો કરી હતી. આ રીતે તે ત્રીજા સ્થાને રહ્યો હતો. ડાયમંડ લીગમાં નીરજ ચોપરા આઉટ ઓફ ફોર્મ હતો. નીરજ ચોપરાના 2 અટેમ્પ્ટ ખાલી રહ્યા હતા. ત્યાર પછીના 4 અટેમ્પ્ટમાં નીરજે 83.80 મીટરની દૂરી મેળવી હતી. જો કે ત્યારબાદના તમામ થ્રો સાધારણ હતા. ચેક રિપબ્લિકના ખેલાડી જાકુબ વાદલેચે પ્રથમ પ્રયત્નમાં જ 84.1 મીટરની દૂરી મેળવી નીરજ ચોપરા પર લીડ મેળવી લીધી હતી.
નીરજ ચોપરા પોતાની ટાઈટલ ડિફેન્ડ કરી શક્યો નહી
જાકુબે છટ્ઠા પ્રયત્નમાં 84.27 મીટરની દૂરી મેળવી પ્રથમ સ્થાન મેળવ્યો હતો. આ રીતે ભારતીય દિગ્ગજ જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પોતાની ટાઈટલ ડિફેન્ડ કરી શક્યો નહી. સેપ્ટેમ્બર 2022માં નીરજે ઝ્યુરિકમાં ડાયમંડ લીગની ફાઈનલ પોતાના નામે કરી હતી પરંતુ આ વખતે તે આ કારનામો કરવામાં અસફળ રહ્યો હતો. નીરજ ચોપરાએ આ વર્ષે દોહા ડાયમંડ લીગમાં 88.67 મીટર, જ્યારે લુસાન ડાયમંડ લીગમાં 87.66 મીટર સાથે જીત મેળવી હતી. ઝુરિચ ડાયમંડ લીગમાં 85.71ના શ્રેષ્ઠ પ્રયાસ સાથે બીજો સ્થાન મેળવ્યો હતો. હવે અમેરિકાના ઓરેગોન 83.80 મીટર સાથે નીરજ બીજા નંબર પર રહ્યો હતો.
ફાઇનલમાં કયા ખેલાડીએ કેટલી દૂર થ્રો કરી હતી જેવલિન
1.જાકુબ વાદલેચ (ચેક રિપબ્લિક) – 84.24 મીટર
2.નીરજ ચોપરા (ભારત) – 83.80 મીટર
3.ઓલિવર હેલેન્ડર (ફિનલેન્ડ) – 83.74 મીટર
4.એન્ડ્રિયન મર્ડારે (મોલ્ડોવા)- 81.79 મીટર
5.કર્ટિસ થોમ્પસન (યુએસએ)- 77.01 મી