આજે અમેરિકાના યૂઝીનમાં યોજાશે ડાયમંડ લીગની ફાઈનલ, નીરજ ચોપરા ટાઈટલ ડિફેન્ડ કરવા ઉતરશે મેદાનમાં

નીરજે 85.71 મીટરના બેસ્ટ સ્કોર સાથે બીજું સ્થાન મેળવ્યું

નીરજ ચોપરા ડાયમંડ લીગ મેન્સ જેવલિન થ્રોનો ડિફેન્ડીંગ ચેમ્પિયન છે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
આજે અમેરિકાના યૂઝીનમાં યોજાશે ડાયમંડ લીગની ફાઈનલ, નીરજ ચોપરા ટાઈટલ ડિફેન્ડ કરવા ઉતરશે મેદાનમાં 1 - image
Image:Twitter

ડાયમંડ લીગ 2023ની ફાઈનલ આજે રમાશે અને તમામ ફેન્સની નજર ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પર રહેવાની છે. નીરજ ચોપરા પોતાની ટાઈટલ ડિફેન્ડ કરવા મેદાન પર ઉતરશે. જો કે નીરજ શાનદાર ફોર્મમાં છે. ડાયમંડ લીગ 2023ના ફાઈનલની યજમાની અમરિકાનું યૂઝીન શહેર કરવાનું છે. જો કે નીરજ ચોપરાનો મુકાબલો ભારતીય સમયાનુસાર રાત્રે 1:50 વાગ્યે શરુ થશે.

નીરજે 85.71 મીટરના બેસ્ટ સ્કોર સાથે બીજું સ્થાન મેળવ્યું

સ્વિત્ઝર્લેન્ડના ઝ્યુરિચ શહેરમાં આ પહેલા લીગની 11મી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લીગમાં નીરજે 85.71 મીટરના બેસ્ટ સ્કોર સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. જે બાદ ભારતીય ખેલાડી નીરજ ચોપરા ફાઈનલ માટે ક્વાલિફાય થયો હતો. નીરજ ચોપરા ડાયમંડ લીગ મેન્સ જેવલિન થ્રોનો ડિફેન્ડીંગ ચેમ્પિયન છે. તેણે વર્ષ 2022માં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.

આ ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચવાનો નિર્ણય લીધો

આ ઉપરાંત લોંગ ઝમ્પમાં મુરલી શ્રીશંકર અને 3000 મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ સાબલેએ પણ ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ બંને ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુરલી શ્રીશંકર અને અવિનાશ સાબલે એશિયન ગેમ્સ પર ફોકસ કરવા માંગે છે, જેના કારણે તેઓએ પોતાના નામ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.  


Google NewsGoogle News