મારા માટે દેશ પહેલા...' નીરજ ચોપડાએ પાકિસ્તાની ખેલાડીને ભારત આવવા આમંત્રણ મુદ્દે મૌન તોડ્યું
Neeraj chopra classic 2025: ભારતના સ્ટાર ખેલાડી ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને 'નીરજ ચોપરા ક્લાસિક' ઇવેન્ટ માટે પાકિસ્તાની ભાલા ફેંકનાર અરશદ નદીમને આપેલા આમંત્રણ પર વિવાદ વચ્ચે પોતાનું મૌન તોડ્યું છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પહેલા ભારતમાં યોજાનારી આ ઇવેન્ટ માટે નીરજ ચોપરાએ આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો: પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારી, BCCIએ ICCને પત્ર લખી કરી મોટી માગ
તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'મારો નિર્ણય માત્ર રમત અને ખેલાડીઓના સન્માન સાથે જોડાયેલો હતો, કોઈ રાજકીય કે ભાવનાત્મક એજન્ડા સાથે નહીં.' આ ઉપરાંત તેમણે આ મામલે તેમની માતાને નિશાન બનાવનારાઓ સામે પણ સખત વાંધો ઉઠાવ્યો છે. નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. ધ્યાનમાં રહે કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પેરિસ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અરશદ નદીમે 'નીરજ ચોપરા ક્લાસિક' ઇવેન્ટમાં આવવાનો ઇનકાર કરી દીધો હતો.
નીરજની સોશિયલ મીડિયા પોસ્ટમાં શું છે?
ચોપરાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું છે કે, 'સામાન્ય રીતે હું ખૂબ ઓછું બોલું છું, પરંતુ જ્યારે મારા દેશની વાત આવે, મારા પરિવારના સન્માનની વાત અને સત્યની વાત આવે છે, ત્યારે હું ચૂપ નહીં રહી શકુ. અરશદ નદીમને એક ખેલાડી દ્વારા બીજા ખેલાડીના નાતે આપવામાં આવ્યું હતું અને તેનો હેતુ ભારતને વિશ્વ કક્ષાની રમતગમતની ઘટનાઓનું કેન્દ્ર બનાવવાનો હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બે દિવસ પહેલા સોમવારે તમામ ખેલાડીઓને ઈવેન્ટ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું,
આ પોસ્ટમાં નીરજે સ્પષ્ટતા કરી હતી કે, 'પહેલગામ હુમલા પછીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અરશદની ભાગીદારી રદ કરવામાં આવી હતી. અને આવી સ્થિતિમાં અરશદ માટે આવવું બિલકુલ પણ શક્ય નથી. મારા માટે દેશ અને તેના હિતો હંમેશા પહેલા છે.
આ પણ વાંચો: IPLના 5 ખેલાડીઓ જેમણે એક જ મેચમાં ધૂમ મચાવી પછી સદંતર 'ફ્લોપ', ચાહકો થયા નિરાશ
માતાને નિશાન બનાવવા પર દુઃખી છે નીરજ ચોપરા
નીરજે પણ આ પોસ્ટમાં ખૂબ જ દુઃખ સાથે કહ્યું છે કે, 'હું મારા અને મારા પરિવાર પર થઈ રહેલા વ્યક્તિગત હુમલાઓથી દુઃખી છું.' પોસ્ટમાં નીરજે કહ્યું, 'અમે સામાન્ય લોકો છીએ, કૃપા કરીને અમને ખોટા ન સમજશો, કેટલાક મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહેલી ખોટી વાર્તાઓ સાચી નથી.