Get The App

2025માં નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચે થશે ટક્કર, ભારતમાં યોજાશે જેવલિન થ્રો ચેમ્પિયનશીપ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
2025માં નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચે થશે ટક્કર, ભારતમાં યોજાશે જેવલિન થ્રો ચેમ્પિયનશીપ 1 - image
Representative Image

Neeraj Chopra & Arshad Nadeem : સપ્ટેમ્બર 2025માં ભારત વર્લ્ડ જેવલિન થ્રો ચેમ્પિયનશીપનું આયોજન કરશે. ઓલિમ્પિક્સ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા આ વૈશ્વિક સ્પર્ધામાં ભારતનું નેતૃત્ત્વ કરશે. એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા(AFI)એ મંગળવારે 7 જાન્યુઆરી 2025ના રોજ ચંદીગઢમાં વાર્ષિક સામાન્ય સભા પછી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. ભારતે જે સ્પર્ધાઓની યજમાની માટે બીડ કરી હતી. તેનાથી આ ઇવેન્ટ અલગ છે. 

4 વર્ષ પછી ભારત આવશે અરશદ નદીમ  

પેરિસ ઓલિમ્પિક્સનો સુવર્ણ ચંદ્રક વિજેતા પાકિસ્તાનનો અરશદ નદીમ પણ વિશ્વ જેવલિન થ્રો સ્પર્ધામાં ભાગ લે તેવી શક્યતા છે. જો AFIને 2029 વર્લ્ડ ચેમ્પિયનશીપની યજમાનીનો અધિકાર મળે તો અરશદ નદીમ 4 વર્ષ પછી ભારત આવી શકે છે. ભારતે જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે બોલી લગાવી છે. તેમાં વર્ષ 2029ની વર્લ્ડ ચેમ્પિયનશીપનો સમાવેશ થાય છે. એશિયન ગેમ્સના સુવર્ણ વિજેતા અને ભૂતપૂર્વ શોટ પુટ ખેલાડી બહાદુર સિંહ સાગુ સામાન્ય સભામાં ​​AFIના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. તેઓ હવે આદિલ સુમારીવાલાની જગ્યા લેશે. આઉટગોઇંગ AFI પ્રમુખ આદિલ સુમારીવાલાએ પુષ્ટિ કરી હતી કે, ભારતે વર્લ્ડ ચેમ્પિયનશીપ 2029 તેમજ વર્લ્ડ રિલે 2027ની યજમાની કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. AFI એ નવેમ્બર 2024 માં વર્લ્ડ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કોની ભારતની મુલાકાત દરમિયાન 2028 વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપની યજમાની કરવા માટે પણ રસ દર્શાવ્યો છે.

ભારતમાં વિશ્વ કક્ષાની જેવલિન થ્રો સ્પર્ધા યોજાશે

આદિલ સુમારીવાલાએ કહ્યું હતું કે, 'ભારતમાં વિશ્વ કક્ષાની જેવલિન થ્રો સ્પર્ધા યોજાશે જેમાં વિશ્વના ટોપ-10 ભાલા ફેંકનારાઓ ભાગ લેશે. આ એક આમંત્રિત ટુર્નામેન્ટ હશે. જે આ વર્ષના અંતમાં યોજાશે. જેમાં નીરજ ચોપરા પણ હાજર રહેશે. એક વિદેશી ફર્મ JSW અને AFI સંયુક્ત રીતે આ સ્પર્ધાની તૈયારીઓ કરી રહ્યા છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે 7 ઑગસ્ટને જેવલિન થ્રો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નીરજ ચોપરાએ એ જ દિવસે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.'

ભારત અનેક ટુર્નામેન્ટ ઘરઆંગણે યોજવા બોલી લગાવશે     

ભારત દ્વારા આગામી 4 વર્ષમાં યોજાનારી મોટી વૈશ્વિક ઇવેન્ટ્સ અંગે આદિલ સુમારીવાલાએ કહ્યું હતું કે, 'વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ 2028, વર્લ્ડ ચેમ્પિયનશીપ 2029, વર્લ્ડ રિલે 2027 માટે બોલી ખુલ્લી છે. ભારત આ તમામ માટે બોલી લગાવવા જઈ રહ્યું છે. અમે આના માટે અમારી રુચિ દર્શાવી છે. પ્રક્રિયા હવે શરુ થઈ ગઈ છે. અમે વર્લ્ડ હાફ મેરેથોનનું પણ આયોજન કરી શકીએ છીએ.'

2025માં નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચે થશે ટક્કર, ભારતમાં યોજાશે જેવલિન થ્રો ચેમ્પિયનશીપ 2 - image


 


Google NewsGoogle News