એક રન પર આઉટ થયો IPL ઓક્શનનો સૌથી ચર્ચિત ખેલાડી વૈભવ સૂર્યવંશી, તેમ છતાં બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ
Image Source: Twitter
U19 Asia Cup 2024 Vaibhav Suryavanshi: ઈન્ડિયન ક્રિકેટર વૈભવ સૂર્યવંશી IPL મેગા ઓક્શન 2025 બાદથી ખૂબ ચર્ચામાં છે. વૈભવે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં એક ખાસ રેકૉર્ડ બનાવ્યો છે. અંડર-19 એશિયા કપ 2024નું આયોજન યુએઈમાં થઈ રહ્યું છે. વૈભવે આ જ મેચમાં રેકોર્ડ બનાવ્યો છે. જો કે, આ મેચમાં તે એક રન પર આઉટ થઈ ગયો હતો તેમ છતાં તેણે રેકોર્ડ બનાવ્યો છે. તે અંડર-19 ટીમ ઈન્ડિયા માટે વન-ડે મેચ રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે પીયૂષ ચાવલા અને કુમાર કુશાગ્રનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
હકીકતમાં અંડર-19 એશિયા કપ 2024નું આયોજન યુએઈમાં થઈ રહ્યું છે. ટૂર્નામેન્ટની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારત માટે વૈભવ ઓપનિંગ કરવા આવ્યો હતો. જોકે તે માત્ર 1 રન પર જ આઉટ થઈ ગયો હતો. આ મેચમાં ઉતર્યા બાદ વૈભવ ભારત માટે અંડર-19 વન-ડે મેચ રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
વૈભવે પીયૂષ ચાવલા સહિત અનેક ખેલાડીઓનો રેકોર્ડ તોડ્યો
ભારત માટે સૌથી ઓછી ઉંમરમાં અંડર-19 વન-ડે મેચ રમવાનો રેકોર્ડ પીયૂષ ચાવલાના નામે હતો. ચાવલાએ 2003માં 14 વર્ષ અને 311 દિવસની ઉંમરે વન-ડે રમી હતી. હવે આ રેકોર્ડ વૈભવના નામે નોંધાઈ ગયો છે. વૈભવ સૂર્યવંશીએ 13 વર્ષ અને 248 દિવસની ઉંમરે વન-ડે મેચ રમી છે. આ મામલે કુમાર કુશાગ્ર અને શાહબાઝ નદીમ પણ પાછળ છૂટી ગયા છે.
IPL મેગા ઓક્શન બાદ ચર્ચામાં આવ્યો વૈભવ
વૈભવ સૂર્યવંશી IPL મેગા ઓક્શન 2025 બાદ ખૂબ ચર્ચામાં આવ્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વૈભવ IPL મેગા ઓક્શનમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી છે. તેણે અંડર-19 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સદી પણ ફટકારી હતી. વૈભવે નાની ઉંમરમાં જ મોટા કારનામા કરી ચૂક્યો છે.
વૈભવ સૂર્યવંશી અંડર-19 વન-ડે રમનારો સૌથી યુવા ભારતીય બન્યો
- 13 વર્ષ 248 દિવસ - વૈભવ સૂર્યવંશી - 2024
- 14 વર્ષ 311 દિવસ - પીયૂષ ચાવલા - 2003
- 15 વર્ષ 30 દિવસ - કુમાર કુશાગ્ર - 2019
- 15 વર્ષ 180 દિવસો - શાહબાઝ નદીમ - 2005
- 15 વર્ષ 216 દિવસ - વીરભદ્રસિંહ ગોહિલ - 1985