હું દાવા સાથે કહું છું કે T20 વર્લ્ડકપમાં કોહલી ઓપનિંગ કરશે: પૂર્વ ક્રિકેટરના નિવેદનથી ફેન્સ ખુશ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
હું દાવા સાથે કહું છું કે T20 વર્લ્ડકપમાં કોહલી ઓપનિંગ કરશે: પૂર્વ ક્રિકેટરના નિવેદનથી ફેન્સ ખુશ 1 - image
Image Twitter 

T20 world cup 2024 : ટી-20 વર્લ્ડ કપની પોતાની વોર્મ-અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું. આ મેચમાં ભારત તરફથી સંજુ સેમસન અને રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા, જેણે દરેક જણને  ચોંકાવી દીધા હતા. જોકે, ભારતનો આ પ્રયોગ સફળ ન રહ્યો અને સંજુ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો. પરંતુ ભારતની આ નવી ઓપનિંગ જોડીને જોઈને પૂર્વ ભારતીય દિગ્ગજ નવજોત સિંહ સિદ્ધુએ એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે ફેન્સમાં ખલબલી મચી ગઈ છે. 

ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ઓપનિંગ જોડી બદલાશે

હકીકતમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, રોહિત અને જયસ્વાલ T20 વર્લ્ડ કપમાં ભારત માટે ઓપનિંગ કરશે. પરંતુ વોર્મ-અપ મેચમાં ભારતની નવી જોડીએ ઈનિંગની શરૂઆત કરી હતી, જેને લઈને નવજોત સિંહ સિદ્ધુએ એક ખાસ નિવેદન આપતાં કહ્યું કે, આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ઓપનિંગ જોડી બદલાશે.

નવજોત સિંહ સિદ્ધુએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે," જુઓ, રોહિતે સંજુ સાથે પ્રયોગ કરીને એ બતાવ્યું કે ઓપનિંગ જોડી બદલાવાની છે. જો યશસ્વી સાથે રોહિતે ઓપનિંગ કરી હોત તો, આજની મેચમાં ચોક્કસ તેમની ઓપનિંગ કરાવવામાં આવી હોત. પરંતુ આવુ ન થયું. "

પૂર્વ ભારતીય ઓપનરે વધુમાં કહ્યું કે, "મને પૂરી ખાતરી છે કે, હવે રોહિત અને કોહલી ભારત માટે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. પંત ઈલેવનમાં રમશે. પંતે પોતાની બેટિંગથી ધમાકો કર્યો છે. સંજુ માટે હવે જગ્યા મુશ્કેલમાં છે. નંબર 3 પર સુર્યા બેટિંગ કરી શકે છે. જો આ ઓપનિંગ જોડી સાથે ભારત મેચમાં ઉતરશે તો ટીમ ઈન્ડિયા ચોક્કસપણે અલગ નજર આવશે."

પ્રેક્ટિસ મેચમાં ભારતે 60 રને જીત મેળવી

બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતે 60 રને જીત મેળવી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 182 રન બનાવ્યા હતા. જે બાદ બાંગ્લાદેશની ટીમ માત્ર 122 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી હતી, જ્યારે શિવમ દુબેએ પણ બે વિકેટ લીધી હતી.


Google NewsGoogle News