World Cup 2023 : સાઉથ આફ્રિકા સામે હાર બાદ આ અફઘાની પ્લેયરે લીધો સન્યાસ, ઈન્સ્ટા પોસ્ટ દ્વારા કરી જાહેરાત
સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું
Image:IANS |
World Cup 2023 : સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની 42મી મેચ રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે અફઘાનિસ્તાન ટીમમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાન(Naveen Ul Haq Retires From ODI Cricket)ના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે વનડે ક્રિકેટથી સન્યાસ લઇ લીધો છે. તેણે ODI World Cup 2023માં અફઘાનિસ્તાનની અંતિમ મેચ સમાપ્ત થયા પછી આ જાણકારી આપી હતી.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા કરી નિવૃત્તિની જાહેરાત
નવીન ઉલ હકે ગઈકાલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પોસ્ટ બાદ એ સ્પષ્ટ થઇ ગયું છે કે તે હવે વનડે ક્રિકેટમાં અફઘાનિસ્તાનની જર્સીમાં ફરી જોવા નહીં મળે. નવીને ODI World Cup પહેલા જ પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેણે 27 સેપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે તે વર્લ્ડ કપ પછી વનડે ક્રિકેટથી નિવૃત્ત થઇ જશે. તે હવે અફઘાનિસ્તાન માટે માત્ર T20I રમશે.
અંતિમ મેચમાં ન મળી એકપણ વિકેટ
નવીન ઉલ હક માત્ર 24 વર્ષનો છે. તેણે અફઘાનિસ્તાન માટે 15 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 32.18ની એવરેજ અને 6.15ના ઈકોનોમી રેટ સાથે 22 વિકેટ ઝડપી છે. નવીને પોતાની અંતિમ વનડે મેચમાં સાઉથ આફ્રિકા સામે 6.3 ઓવર બોલિંગ કરી હતી પરંતુ તેને એકપણ વિકેટ મળી ન હતી.