'ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ફાઈનલ મુકાબલો', દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
ક્રિકેટર નાથન લિયોને વર્લ્ડ કપ 2023ના ફાઈનલ બાબતે કરી ભવિષ્યવાણી
તેમને દાવો કર્યો છે 2023નો ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાશે
Nathan Lyon prediction on WC 2023: વર્લ્ડ કપ 2023એ અડધાથી વધુ માઈલસ્ટોન પુરા કરી લીધા છે. જો કે, સેમી ફાઈનલની તસ્વીર હજુ સંપૂર્ણ સ્પષ્ટ નથી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની સાથે બાંગ્લાદેશની ટીમ પણ હવે આ રેસમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાન પણ લગભગ બહાર છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર નાથન લિયોને વર્લ્ડ કપ 2023ના ફાઈનલને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. લિયોને દાવો કર્યો છે કે વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.
બંને ટીમની સતત જીત
વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમે જીત હાંસલ કરી છે. શનિવારે ન્યુઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાએ 5 રને જીત મેળવી હતી. તેમજ રવિવારે ભારત ઇંગ્લેન્ડ વિરુદ્ધની લો સ્કોરિંગ મેચમાં 100 રનથી જીત્યું હતું.
નાથન લિયોન માટે ભારત ફેવરિટ
નાથન લિયોને કહ્યું કે હું માનું છું કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. તેણે કહ્યું કે ભારત મારી ફેવરિટ ટીમ છે. આ મેચ જોવી ખૂબ જ રોમાંચક રહેશે. લિયોને વધુમાં કહ્યું કે ભારત પર પણ દબાણ છે, કારણ કે સમગ્ર દેશને ટીમ પાસે ટ્રોફી જીતવાની અપેક્ષાઓ છે.
6 મેચ જીતીને ભારત ટોચ પર
અત્યાર સુધીમાં ભારત 6 મેચ જીતીને પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકા 5 મેચ જીતી અને 1 મેચ હારીને બીજું સ્થાન ધરાવે છે. જયારે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા 4 મેચ જીત્યું છે અને 2 મેચ હારી છે. પરંતુ બંને ટીમ વચ્ચે નેટ રનનો તફાવત છે.