AUS vs PAK : નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, હરભજન અને બેદીનો રેકોર્ડ તોડ્યા

ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર નાથન લિયોને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
AUS vs PAK : નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, હરભજન અને બેદીનો રેકોર્ડ તોડ્યા 1 - image
Image:Twitter

Nathan Lyon Breaks Harbhajan Singh and Bishan Singh Bedi Record : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચની બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર નાથન લિયોને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તે ટેસ્ટ ફોર્મેટમાં 5 દેશો સામે 50 કે તેથી વધુ વિકેટ મેળવનાર પાંચમો બોલર બની ગયો છે. આ ખાસ રેકોર્ડના મામલે તેણે ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહ અને બિશન સિંહ બેદીને પાછળ છોડી દીધા છે.

લીસ્ટમાં પહેલા નંબરે શ્રીલંકાનો આ દિગ્ગજ સ્પિનર

હરભજન સિંહ અને બિશન સિંહ બેદીએ ટેસ્ટ ક્રિકેટમાં 4 ટીમો સામે 50-50 વિકેટ ઝડપી છે. આ લીસ્ટમાં પ્રથમ સ્થાને શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનનું નામ છે. તેણે 9 ટીમો સામે 50થી વધુ વિકેટ લીધી છે. તે પછી લીસ્ટમાં બીજા સ્થાને પૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલેનું નામ છે. કુંબલેએ 7 ટીમો સામે 50થી વધુ વિકેટ ઝડપી છે. જયારે ત્રીજા અને ચોથા સ્થાને રવિચંદ્રન અશ્વિન અને શેન વોર્ન છે. બને ખેલાડીઓએ 6-6 દેશો સામે 50થી વધુ વિકેટ ઝડપી છે.

સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ રંગના હેરાથના નામે

નાથન લિયોને અત્યાર સુધી પાકિસ્તાન સામે 43ની એવરેજથી 52 વિકેટ ઝડપી છે. લિયોને પાકિસ્તાન સામે ટેસ્ટ ફોર્મેટમાં બે વખત પાંચ અને ત્રણ વખત ચાર વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. પાકિસ્તાન સામે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ સ્પિનર રંગના હેરાથના નામે છે. હેરાથે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે કુલ 106 વિકેટ લીધી છે.

AUS vs PAK : નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, હરભજન અને બેદીનો રેકોર્ડ તોડ્યા 2 - image


Google NewsGoogle News