Get The App

હાર્દિકને નતાશાએ ટોણો માર્યો? જુઓ દીકરા સાથે સર્બિયા પહોંચીને ઇન્સ્ટાગ્રામ પર શું લખ્યું

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
હાર્દિકને નતાશાએ ટોણો માર્યો? જુઓ દીકરા સાથે સર્બિયા પહોંચીને ઇન્સ્ટાગ્રામ પર શું લખ્યું 1 - image


Image: Facebook

Natasa Stankovics Post Viral: હાર્દિક પંડ્યા અને નતાશાએ અલગ થવાની જાહેરાત થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર કરી હતી. આ જાહેરાત પહેલા જ નતાશા પુત્રને લઈને ભારતથી પોતાના પેરેન્ટ્સના ઘરે સર્બિયા જતી રહી હતી. સર્બિયા જઈને નતાશા સોશિયલ મીડિયા પર સંપૂર્ણરીતે એક્ટિવ છે. તે દરરોજ પોતાની પર્સનલ લાઈફ અને પુત્ર સાથે જોડાયેલી તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. આ દરમિયાન હવે નતાશાએ એક પોસ્ટ શેર કરી છે. જેમાં પેરેન્ટિંગને લઈને વાત લખી છે.

પોસ્ટમાં શું લખ્યું છે

પોસ્ટમાં લખ્યું છે કે પોતાના બાળકો પર ક્યારેય હાર્ડ ન થાવ કેમ કે દુનિયા ખૂબ હાર્ડ છે. આ મુશ્કેલ પ્રેમ નહીં, મુશ્કેલ લક છે. જ્યારે બાળકોનો જન્મ થાય છે તો તમે તેમની દુનિયા બની જાઓ છો અને તેમને તમારો પ્રેમ જોઈએ છે.

હાર્દિકને નતાશાએ ટોણો માર્યો? જુઓ દીકરા સાથે સર્બિયા પહોંચીને ઇન્સ્ટાગ્રામ પર શું લખ્યું 2 - image

હાર્દિકે નતાશાની પોસ્ટ પર કમેન્ટ કરી હતી

ભલે નતાશા અને હાર્દિક અલગ થઈ ગયા છે પરંતુ સોશિયલ મીડિયા પરથી બંનેએ હજુ સુધી એકબીજાના સાથે ફોટો ડિલીટ કરી નથી. આ સિવાય બંને એકબીજાને ફોલો પણ કરી રહ્યાં છે. તાજેતરમાં જ જ્યારે નાતાશાએ પુત્રની સાથે અમુક ફોટો શેર કર્યાં હતાં તો હાર્દિકે તે ફોટોના કમેન્ટ સેક્શન પર હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે નતાશા અને હાર્દિકે વર્ષ 2020માં લગ્ન કર્યાં હતાં. તે બાદ 2023માં બંનેએ હિન્દુ અને ખ્રિસ્તી રીતિ રિવાજથી ફરીથી લગ્ન કર્યાં હતાં જેમાં તેમનો પુત્ર પણ સામેલ હતો. આ વર્ષે જુલાઈમાં બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી.

નતાશાએ જે સ્ટેટમેન્ટ શેર કર્યું હતું તેમાં લખ્યું હતું, '4 વર્ષ સાથે રહ્યાં બાદ હાર્દિક અને મે સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે અમે અલગ થઈ જઈશું. અમે ખૂબ સમજી-વિચારીને આ નિર્ણય લીધો અને અમે અમારું બેસ્ટ આપ્યું. આ અમારા માટે ખૂબ મુશ્કેલ નિર્ણય હતો કેમ કે અમે એક પરિવારની જેમ રહ્યાં છીએ. અમને અગસ્ત્ય આશીર્વાદની જેમ મળ્યો છે અને અમારા બંને માટે તે હંમેશા મહત્વપૂર્ણ રહેશે. અમે સાથે મળીને તેનો ઉછેર કરીશું અને તેને દુનિયાની તમામ ખુશી આપીશું.'


Google NewsGoogle News