Get The App

હાર્દિક સાથે છૂટાછેડા મુદ્દે નતાશાએ કહ્યું- મને લોકો શું વિચારે છે તેનાથી કોઈ ફરક નથી પડતો

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
હાર્દિક સાથે છૂટાછેડા મુદ્દે નતાશાએ કહ્યું- મને લોકો શું વિચારે છે તેનાથી કોઈ ફરક નથી પડતો 1 - image
image : instagram

Natasa Stankovic On Her Divorce With Hardik Pandya : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકની જોડીને એક સમયે ચાહકો ખૂબ પસંદ કરતા હતા. પરંતુ કપલે જ્યારે છૂટાછેડાની જાહેરાત કરી ત્યારે બધાને મોટો આંચકો લાગ્યો હતો. છૂટાછેડાની જાહેરાત બાદથી નતાશા અને હાર્દિક ચર્ચામાં છે. આ દરમિયાન તાજેતરમાં નતાશાએ આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લોકો શું વિચારે છે. તેની મને કોઈ પરવા નથી. તેણીએ એમ પણ કહ્યું કે, 'હું હાર્દિક પંડ્યા સાથેના મારા સંબંધો વિશે વાત કરવા માંગતી નથી. હું તેને પ્રાઇવેટ જ રાખવાનું પસંદ કરું છું.'

તે લોકો મને ઓળખતા જ નથી!

નતાશાએ કહ્યું, 'મારી પાસે છુપાવવા માટે કંઈક છે એટલે નહી, પરંતુ હું માનું છું કે પ્રાઇવેટ લાઈફ પ્રાઇવેટ જ રહેવી જોઈએ. લોકોના જજમેન્ટને લઈને નતાશાએ કહ્યું હતું કે, 'હંમેશા આ એવા લોકો કરે છે. કે જે મને ઓળખતા જ નથી. હું અંગે કશું બોલતી નથી. આગાઉ પણ હું કઈ બોલી નથી. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. લોકોને જે વિચારવું છે તે તેમને વિચારવા દો. હું લોકો પાસે આશા રાખી શકતી નથી કે, લોકો મને પસંદ કરે અને મારો પક્ષ લે. જો મારે બધાને ખુશ કરવા હોય તો મારે આઈસ્ક્રીમ વેચવાનું શરૂ કરવું પડશે.'

લોકો શું વિચારે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી

વધુમાં નતાશાએ જણાવ્યું હતું કે, 'હું મારું કામ કરી સામાન્ય જીવન જીવવામાં માંગું છું. મને ખબર છે કે મેં એક એવો વ્યવસાય પસંદ કર્યો છે કે જેમાં હું હંમેશા સ્પોટલાઇટમાં રહું છું. પરંતુ લોકો શું વિચારે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું જાણું છું કે મેં જીવનમાં શું કર્યું છે. હું ક્યાંથી આવી છું? મને કોઈ હલાવી શકે તેમ નથી.'

આ પણ વાંચો : K L રાહુલના ઘરે પારણું બંધાશે, લગ્નના બે વર્ષ બાદ સંતાનને જન્મ આપશે આથિયા શેટ્ટી

વર્ષ 2020માં બંનેએ લગ્ન કર્યા હતા

અહીં તમને જણાવી દઈએ કે નતાશા સ્ટેનકોવિકે વર્ષ 2020માં હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. તે જ વર્ષે તેમના ઘરે પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. પરંતુ લગ્નના ચાર વર્ષ બાદ બંનેએ છૂટાછેડાની જાહેરાત કરી હતી.

હાર્દિક સાથે છૂટાછેડા મુદ્દે નતાશાએ કહ્યું- મને લોકો શું વિચારે છે તેનાથી કોઈ ફરક નથી પડતો 2 - image


Google NewsGoogle News