2024ની સૌથી મોટી ભવિષ્યવાણી, આ ટીમ બની શકે છે ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન!
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ કોઈપણ ભોગે વર્લ્ડ કપનું ટાઈટલ જાળવી રાખવા ઈચ્છશે
સાઉથ આફ્રિકાના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની શકે છે
Image:Social Media |
T20 World Cup 2024 Nasser Hussain Bold Prediction : વર્ષ 2023માં ODI World Cupનું આયોજન ભારતમાં થયું હતું. હવે 2024માં T20 World Cupનું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જૂના મહિનામાં થઇ શકે છે. આ દરમિયાન ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી નાસિર હુસેન એક મોટી ભવિષ્યવાણી કરી છે. નાસિર હુસેને T20 World Cup 2024ની વિજેતા ટીમનું નામ જણાવ્યું છે. તેણે આ સાથે એ પણ જણાવ્યું હતું કે કઈ બે ટીમો ફાઈનલમાં રમતી જોવા મળશે.
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને એક શોમાં વાતચીત દરમિયાન કહ્યું કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ કોઈપણ ભોગે વર્લ્ડ કપનું ટાઈટલ જાળવી રાખવા ઈચ્છશે. પરંતુ સાઉથ આફ્રિકાની ટીમે છેલ્લા કેટલાંક સમયથી જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તેને ઓછું ન ગણવું જોઈએ. નાસિરે કહ્યું કે આ વિશે તેણે એટલું વિચાર્યું નથી, પરંતુ હું સાઉથ આફ્રિકાને પસંદ કરીશ, તે આ વર્ષે T20 World Cup ચેમ્પિયન બનશે.
વર્લ્ડકપની ફાઈનલ મેચ આ બે ટીમો વચ્ચે રમાઈ શકે છે
નાસિર હુસેને ઇંગ્લેન્ડના પ્રદર્શન વિશે વાત કરતા કહ્યું, ‘વર્તમાન ચેમ્પિયન ભલે ઇંગ્લેન્ડ છે, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી ટીમ સારી રમતનું પ્રદર્શન કરી રહી નથી. આ વર્ષે વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં રમાનાર છે. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી કેટલીક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પણ સારી દેખાઈ રહી છે. તેણે સ્પષ્ટ કહ્યું કે વર્લ્ડકપની ફાઈનલ મેચ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ શકે છે.
આ ભારતીય ખેલાડી પર રહેશે નજર
નાસિર હુસેને ભવિષ્યવાણી કરી કે, ‘સાઉથ આફ્રિકા પાસે એવા ઘણાં ખેલાડીઓ છે જે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની શકે છે. પરંતુ તેણે એવું પણ કહ્યું કે જે ખેલાડી પર સૌથી વધુ નજર રહેવાની છે તે ભારતીય ટીમનો નંબર-1 T20 ખેલાડી છે. તેણે કહ્યું કે, ‘સૂર્યકુમાર યાદવ ભલે અત્યાર સુધી 50 ઓવર ક્રિકેટને ક્રેક ન કરી શક્યો હોય પરંતુ T20માં તેનો કોઈ જવાબ નથી. સૂર્યાને T20માં ખબર છે કે ક્યારે કઈ રીતે રમવું છે. સૂર્ય પણ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો દાવેદાર બની શકે છે.