ટી20 વર્લ્ડકપની વચ્ચે કોહલીના સાથી ખેલાડીએ લીધો સંન્યાસ, બે દેશો માટે રમી ચૂક્યો છે ક્રિકેટ
David Wiese Took Retirement: ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ અને નામિબિયા વચ્ચે સર વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાયેલા મેચમાં નામિબિયાને હારી ગયું હતું. વરસાદને કારણે મેચ પ્રભાવિત થયો હતો. જેથી 10-10 ઓવરની મેચ રમાઈ હતી. જેમાં પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા હતા. સામે નામિબિયાની ટીમ 84 રન જ કરી શકી હતી.
ડેવિડ વિઝે નિવૃત્તિ જાહેર કરી
ઈંગ્લેન્ડ સામેની મેચમાં હાર મળ્યા બાદ નામિબિયાના સ્ટાર ઓલરાઉન્ડર ડેવિડ વિઝે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. તેણે વર્ષ 2013માં દક્ષિણ આફ્રિકાની ટીમમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 2021માં પોતાના દેશ નામિબિયાની ટીમમાં સામેલ થયો હતો. ડેવિડે નામિબિયા માટે 34 ટી20 મેચ રમીને 35 વિકેટ ઝડપી હતી. જયારે ટી20 ફોર્મેટમાં કુલ 528 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. ડેવિડે વનડેમાં 228 રન બનાવ્યા હતા.
ડેવિડ વિઝે પોતાના છેલ્લા મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ડેવિડ વિઝે 12 બોલમાં 27 રનની ઈનિંગ રમી હતી. જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 225 હતો. તેને ઇંગ્લેન્ડ સામે એક વિકેટ પણ મેળવી હતી. ડેવિડે ઈંગ્લેન્ડના ઓપનર ફિલ સોલ્ટને પોતાનો શિકાર બનાવ્યો હતો. ડેવિડે બે ઓવરના સ્પેલમાં 6 રન આપીને એક વિકેટ લીધી હતી.