VIDEO : 'માય નેમ ઈઝ લખન', મેદાન પર જ નાચવા લાગ્યો વિરાટ કોહલી
Image Source: Facebook
નવી દિલ્હી, તા. 03 નવેમ્બર 2023 શુક્રવાર
વિરાટ કોહલી માત્ર કમાલના ક્રિકેટર જ નહીં પરંતુ મેદાન પર તેઓ ઘણી રીતે ચાહકોને મનોરંજન કરાવતા રહે છે. ગુરૂવારે મુંબઈના વાનખેડે મેદાન પર શ્રીલંકા સામેની મેચ દરમિયાન કોહલીએ એક વખત ફરી દર્શકોનું ફુલ મનોરંજન કર્યુ. આ મેદાન પર તેમણે પહેલા બેટથી કમાલ કર્યુ. કોહલી જ્યારે સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યા હતા તો દર્શક તેમના નામના નારા લગાવી રહ્યા હતા. કોહલીએ પણ તેમને નિરાશ કર્યા નહીં અને ડીજે પર વાગી રહેલા સંગીત પર નાચવા લાગ્યા. કોહલી 'માય નેમ ઈઝ લખન' ગીત પર નાચી રહ્યા હતા.
એટલુ જ નહીં કોહલી મેચ દરમિયાન શુભમન ગિલની સાથે મજાક પણ કરી રહ્યા હતા. જ્યારે ચાહકો ગિલની કથિત ગર્લફ્રેન્ડનું નામ લઈ રહ્યા હતા તો કોહલી તેમની મજાક કરી રહ્યા હતા. જે બાદ કોહલી સ્લિપમાં ફીલ્ડિંગ દરમિયાન બોલિંગની એક્શન કરવા લાગ્યા. જે બાદ ચાહકો બૂમો પાડવા લાગ્યા- કોહલીને બોલિંગ આપો- કુલ મળીને કોહલીએ ચાહકોનું પૂરુ મનોરંજન કર્યુ. દર્શકો માટે આ મેચ પૈસા વસૂલ રહી.
કોહલીએ 94 બોલમાં 88 રનની ઈનિંગ રમી. આ દરમિયાન તેમણે કુલ 11 ચોગ્ગા માર્યા. કોહલી મેચની ત્રીજી બોલ પર જ બેટિંગ કરવા ઉતર્યા હતા. રોહિત શર્માએ પહેલી બોલ પર ચોગ્ગો માર્યો પરંતુ આગલા જ બોલ પર દિલશન મધુશંકાએ તેમને બોલ્ડ કરી દીધા હતા. જે બાદ કોહલીએ ગિલની સાથે મળીને ભારતીય ઈનિંગને આગળ વધારી. ગિલે 11 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 92 બનાવ્યા.
ભારતે 50 ઓવરમાં 8 વિકેટ પર 357 રન બનાવ્યા. શ્રેયસ અય્યરે પણ કમાલની બેટિંગ કરી. તેમણે 56 બોલ પર 82 રન બનાવ્યા. તેમણે 6 સિક્સર મારી. ભારતે શ્રીલંકાને માત્ર 55 રન પર ઓલ આઉટ કરી દીધા. શમીએ પાંચ વિકેટ લીધી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી. ભારતે મેચ 302 રનથી જીતી. આ સાથે જ તે સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ.