'મારો અંતરાત્મા કહે છે કે આ ટીમ જીતશે IPL', RCBના પૂર્વ માલિક વિજય માલ્યાનો મોટો દાવો
Image: Facebook
Vijay Mallya: IPL 2024ની પ્લેઓફ મેચ શરૂ થઈ ચૂકી છે. એલિમિનેટર મેચ આજે એટલે કે 22 મે એ રમાવાની છે. આ મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. આ મેચને જીતનારી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ક્વોલિફાય 2 મેચ રમશે, જે 24 મે એ રમવામાં આવશે પરંતુ એલિમિનેટરથી પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના પૂર્વ માલિક વિજય માલ્યાની એક ટ્વીટ સામે આવી છે. જેમાં તે બેંગ્લુરુને શુભકામનાઓ આપતો નજર આવી રહ્યો છે.
વિજય માલ્યાએ ટ્વીટ કરીને કર્યો દાવો
વિજય માલ્યાએ ટ્વીટર પર પોતાની જૂની ટીમને શુભકામનાઓ આપી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના IPL એલિમિનેટર મેચના દિવસે માલ્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તેને લાગે છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આ સીઝનમાં ચેમ્પિયન બની શકે છે.
માલ્યાએ ટ્વીટર પર લખ્યું- ''જ્યારે મે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ફ્રેન્ચાઈઝી અને વિરાટને ખરીદ્યા હતા ત્યારે મારી અંતરાત્માએ મને જણાવ્યું હતું કે આનાથી શ્રેષ્ઠ નિર્ણય હુ કરી શકતો નહોતો. તે જ અંતરાત્મા હવે મને કહી રહી છે કે IPL ટ્રોફી જીતવાની સૌથી મજબૂત દાવેદાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ જ છે. આગળ વધો. શુભકામનાઓ.''
બેંગ્લુરુએ અત્યાર સુધી કેટલી વખત IPL પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી ગઈ છે. એક સમયે ટીમ શરૂઆતી 8 મેચમાંથી 7 હારી ગઈ હતી પરંતુ બાદમાં તેણે શાનદાર વાપસી કરી પરંતુ આ પહેલા પણ બેંગ્લુરુએ IPL પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. બેંગ્લુરુએ IPL 2024થી પહેલા 9 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. બેંગ્લુરુએ ત્રણ વખત ફાઈનલ મેચ જીતી છે પરંતુ એક વખત પણ IPL ટ્રોફી જીતી શકી નથી.
IPL ઈતિહાસની એક સીઝનમાં સૌથી વધુ રન કોહલીના નામે
વિરાટ કોહલીએ આ સીઝનમાં અત્યાર સુધી 14 મેચ રમી છે. આ 14 મેચમાં તેણે 155.60ના સ્ટ્રાઈક રેટથી 708 રન બનાવ્યા છે. જેમાં પાંચ અડધી સદી અને એક સદી સામેલ છે. વિરાટ કોહલી આ સીઝનમાં અત્યાર સુધી 59 ચોગ્ગા અને 37 સિક્સર ફટકારી ચૂક્યો છે. કોહલી IPL ના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે IPL 2016માં 16 મેચમાં 973 રન બનાવ્યા. તેમાં સાત અડધી સદી અને ચાર સદી સામેલ છે.