Duleep Trophy 2024: 19 વર્ષના છોકરાએ ટીમને બચાવી લીધી, 94/7ના સ્કોરથી 321 સુધી પહોંચાડી, ક્રિકેટર મોટા ભાઈએ આપી શાબાશી

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
Musheer Khan


Duleep Trophy 2024: દુલિપ ટ્રોફીમાં ઘરેલુ ક્રિકેટના સ્ટાર્સ પર ક્રિકેટ પ્રેમીઓની અને ટીમ ઈન્ડિયાના પસંદગીકારોની નજર છે. ટુર્નામેન્ટ શરૂ થતાંની સાથે જ કેટલાક ચહેરાઓએ પોતાની પ્રતિભા બતાવવાનું શરૂ કરી દીધું છે. એક તરફ ઈન્ડિયા Dની ટીમ માટે રમતા અક્ષર પટેલે પોતાની ટીમને ઉગારીને લોઅર ઓર્ડરમાં રમતા ઈન્ડિયા C માટે 86 રન ફટકાર્યા હતા. તો બીજી તરફ ઈન્ડિયા Aની સામે ઈન્ડિયા Bની ટીમ એક સમયે 94/7 સ્કોર પર ઢગલો થઈ ગઈ હતી ત્યાંથી 19 વર્ષીય મુશીર ખાને બાજી સંભાળી લેતા 373 બોલમાં 181 રન ફટકાર્યા હતા. આ સાથે મુશીરે પણ ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી મેળવવાનો દાવો મજબૂત કરી લીધો છે. અગાઉ અંડર 19 વર્લ્ડકપમાં પણ મુશીર શાનદાર દેખાવ કરી ચૂક્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી માટે દાવો

મુશીરે પોતાની ઇનિંગમાં 5 છગ્ગા પણ ફટકાર્યા હતા. આગામી દિવસોમાં ભારત ઘરઆંગણે ઘણું બધુ ટેસ્ટ ક્રિકેટ રમવાનું છે. દુલિપ ટ્રોફીથી રેડ બોલ ક્રિકેટમાં ભારતને હવે ધુરંધર ક્રિકેટરો મળી શકે એમ છે. મુશીર સિવાય ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચૂકેલ તેનો ભાઈ સરફરાઝ ખાન પણ ટેસ્ટ ક્રિકેટમાં ટીમમાં કાયમી સ્થાન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. આ મેચ દરમિયાન પણ બંને ભાઈઓ એક જ ટીમ માટે રમી રહ્યા હોવાથી જ્યારે મુશીરે સફી ફટકારી ત્યારે ભાઈ સરફરાઝે ઊભા થઈને જોર જોરથી તાળીઓ પાડી તેનો ઉત્સાહ વધાર્યો હતો. 

ધુરંધરોએ નિરાશ કર્યા

દુલિપ ટ્રોફીમાં ઈન્ડિયા D અને ઈન્ડિયા ઈન્ડિયા C વચ્ચેની મેચમાં પ્રથમ ઇનિંગમાં ઈન્ડિયા C માત્ર 168 રન બનાવી શક્યું હતું અને ઈન્ડિયા D 164 રન પર ઓલ આઉટ થયું હતું. જેમાં અક્ષર પટેલે સૌથી વધુ 86 રન ફટકાર્યા હતા અને આ ઇનિંગમાં તેણે 6 છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ઇનિંગમાં શ્રેયસ ઐયરે 9 અને દેવદત પડિકલે 0 રન ફટકાર્યા હતા. બીજી તરફ ઈન્ડિયા Cની ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 5 અને રજત પાટીદારે 13 રન ફટકાર્યા હતા. ઈન્ડિયા Bની મેચમાં ઋષભ પંતે 7 અને યશસ્વી જયસ્વાલે 30 રન ફટકાર્યા હતા.



Google NewsGoogle News