Get The App

'મારે હજુ કેટલું જોવાનું બાકી..?', IPLમાંથી પડતાં મૂકાયેલા આક્રમક ઓપનરનું દર્દ છલકાયું

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
Prithvi Shaw


Prithvi Shaw: એક સમયે બીજા તેંડુલકર તરીકે ઓળખાતા મુંબઈના બેટ્સમેન પૃથ્વી શૉને મુંબઈની વિજય હઝારે વન ડે ટ્રોફીની ટીમમાં સ્થાન મળી શક્યું નથી. મુંબઈના પસંદગીકારોના નિર્ણયથી નારાજ પૃથ્વી શૉએ સોશિયલ મીડિયામાં તેના લિસ્ટ-એ (ઘરઆંગણાની વનડે)નો રેકોર્ડ શેયર કરતાં લખ્યું કે, 'હે ભગવાન મને કહી દે....કે મારે હજુ કેટલું જોવાનું બાકી છે?!’

હઝારે ટ્રોફીની ટીમમાં પૃથ્વી શૉને સ્થાન નહીં 

મુંબઈ ક્રિકેટ એસોસિએશને જાહેર કરેલી હઝારે ટ્રોફીની 17 ખેલાડીઓની ટીમમાં 25 વર્ષના શૉને તક મળી નથી. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી કે,' હે ભગવાન હવે કહી દે.. કે મારે કેટલું જોવાનું બાકી છે. જો 65 ઈનિંગમાં 55.7ની સરેરાશ અને 126ના સ્ટ્રાઈકરેટથી ફટકારેલા 3999 રન પણ (ટીમમાં સ્થાન અપાવવા માટે) પુરતા ન હોય...પણ મારો ભગવાનમાં વિશ્વાસ ટકાવી રાખીશ અને આશા રાખું છું કે, લોકો હજુ મારામાં ભરોસો રાખશે... એ વાત નિશ્ચિત છે કે હું પાછો આવીશ... ઓમ સાઈરામ.' 

'મારે હજુ કેટલું જોવાનું બાકી..?', IPLમાંથી પડતાં મૂકાયેલા આક્રમક ઓપનરનું દર્દ છલકાયું 2 - image

પૃથ્વીના કંગાળ ફોર્મના કારણે IPLમાં રહ્યો અનસોલ્ડ 

પૃથ્વી શૉ છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મનો શિકાર બન્યો છે અને તે મેદાન બહાર પણ વિવાદમાં રહ્યો હતો. આઈપીએલની મેગા હરાજીમાં પણ તે અનસોલ્ડ રહ્યો હતો. તેની બેસપ્રાઈઝ રૂપિયા 75 લાખ રાખવામાં આવી હતી, પણ એકેય ફ્રેન્ચાઈઝીએ તેનામાં રસ દાખવ્યો નહતો.

'મારે હજુ કેટલું જોવાનું બાકી..?', IPLમાંથી પડતાં મૂકાયેલા આક્રમક ઓપનરનું દર્દ છલકાયું 3 - image


Google NewsGoogle News