પંડ્યા બ્રધર્સનું સપનું તૂટ્યું, રહાણેની તોફાની બેટિંગ: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિ ફાઈનલમાં બરોડાનો પરાજય
Syed Mushtaq Ali Trophy, Mumbai reached the final : સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં મુંબઈની ટીમે સેમિ ફાઈનલમાં પંડ્યા બ્રધર્સની બરોડા ટીમને 6 વિકેટે હરાવીનેની ફાઇનલમાં સ્થાન મેળવી લીધુંછે. આવું બીજી વખત બન્યું છે કે જ્યારે મુંબઈની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. અગાઉ 2022-23માં જ્યારે ટીમ પહેલી વખત ફાઇનલમાં પહોંચી ત્યારે તે ચેમ્પિયન બની હતી. બરોડાની વાત કરીએ તો છઠ્ઠી વખત ટુર્નામેન્ટની ફાઈનલ રમવાનું તેનું સપનું મુંબઈ સામે હાર્યા બાદ ચકનાચૂર થઈ ગયું હતું.
અજિંક્ય રહાણેની શાનદાર ઇનિંગ
સેમિ ફાઇનલ મેચમાં મુંબઈની બરોડા સામેની જીતમાં અજિંક્ય રહાણેના બેટથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી. તેણે આ મેચમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું હતું. પહેલા તેણે અય્યર સાથે 88 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 118 રન સુધી પહોંચાડ્યો હતો. તેણે 56 બોલમાં 98 રનની મોટી ઇનિંગ રમી હતી. જેમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.
- 52(34).
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 13, 2024
- 68(35).
- 22(18).
- 95(53).
- 84(45) (Quarter Finals).
- 98 (56) (Semi Finals).
AJINKYA RAHANE IS MAKING A STRONG RETURN AT THE AGE OF 36. 🌟 pic.twitter.com/mJ9aYzjRbg
સૂર્યકુમાર યાદવનો ધબળકો
મુંબઈ તરફથી શ્રેયસ અય્યર બીજા નંબરનો સૌથી સફળ બેટર રહ્યો હતો. જેણે 30 બોલમાં 46 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં સૂર્યકુમાર યાદવ સેમિ ફાઇનલમાં નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 1 રન બનાવી શક્યો હતો. સુયાંશ શેડગે ક્રિઝ પર આવતાની સાથે જ પહેલા બોલ પર છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. મુંબઈએ 17.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. અને ટીમે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.
આ પણ વાંચોઃ 2024માં ટીમ ઈન્ડિયા માટે T20માં સૌથી વધુ રન આ બેટરે બનાવ્યાં, સૂર્યકુમાર રહી ગયો પાછળ
ડબલ ફિગર સુધી પણ ન પહોંચી શક્યો હાર્દિક
આ પહેલા બરોડાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. બરોડા તરફથી કૃણાલ પંડ્યાએ 30 રન બનાવ્યા હતા. પરંતુ હાર્દિક પંડ્યા આ મેચમાં ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યો ન હતો. તે માત્ર 5 રન બનાવી શક્યો હતો. બરોડા તરફથી શિવાલિક શર્માએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. બરોડાએ આપેલા 159 રનના ટાર્ગેટને મુંબઈએ 16 બોલ બાકી હતા, તે પહેલા હાંસલ કરી લીધો હતો.