Get The App

VIDEO : વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કર્યો ડાન્સ, રોહિતે હાર્દિક-સૂર્યાના કર્યા વખાણ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News

VIDEO : વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કર્યો ડાન્સ, રોહિતે હાર્દિક-સૂર્યાના કર્યા વખાણ 1 - image

Team India Parade : મુંબઈના દરિયા કાંઠે આવેલા મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી આજે આહલાદક વાતાવરણની સાથે ટી20 વર્લ્ડકપમાં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટરોની ટીમે મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડીયમ સુધી ખુલ્લી બસમાં રોડ-શો કર્યો હતો. આ દરમિયાન ચોતરફ ચાહકોની કિયારીઓ ઉભરાઈ હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સ્ટેડિયમ પહોંચ્યા બાદ અહીં ડાન્સ પણ કર્યો હતો. આ દરમિયાન ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ, સુકાની રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના ખેલાડીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. 

હું આ પ્રેમને મિસ કરીશઃ દ્રવિડ

ભારતને ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપનાર કોચ રાહુલ દ્રવિડે પોતાના અનુભવને યાદ કરી કહ્યું કે, ‘હું આ પ્રેમને મિસ કરીશ. આજે આપણે જે જોયું તે અદ્ભુત છે. લોકો અને ચાહકોનો પ્રેમ... ચાહકોએ જ ક્રિકેટને દેશની સૌથી મોટી રમત બનાવી છે.’

રોહિતે પંડ્યાને કરી સલામ

રોહિત શર્માએ છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિંગના વખાણ કરતા કહ્યું કે, ‘તેને સલામ’ તેણે ડેવિડ મિલરનો કેચ પકડનાર સૂર્યકુમાર યાદવની પણ પ્રશંસા કરી હતી. તેણે T20 વર્લ્ડ કપની જીત સમગ્ર ટીમને સમર્પિત કરી કહ્યું કે, ભારતની T20 વર્લ્ડ કપ જીત ટીમના પ્રયાસોનું પરિણામ છે. ભારતને આઈસીસીનો ખિતાબ જીતાડવામાં બધાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

આ ટ્રોફી આખા દેશ માટે છેઃ રોહિત

વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ દરેકનો આભાર વ્યક્ત કરી કહ્યું કે, ‘જ્યારથી અમે ભારતમાં આવ્યા છીએ ત્યારથી અદ્ભુત ખુશી થઈ રહી છે. આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. વડાપ્રધાનને મળવું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. હું ખરેખર ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું.’

વાનખેડેમાં ખેલાડીઓએ કર્યો ડાન્સ

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી ડાન્સ કર્યો હતો.

VIDEO : વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કર્યો ડાન્સ, રોહિતે હાર્દિક-સૂર્યાના કર્યા વખાણ 2 - image

મરીન ડ્રાઈવ પર ભારે જનમેદની, BCCIએ ફોટો શેર કર્યો

મુંબઈના મરીન ડ્રાઈવ પર ક્રિકેટરોની ઝલક મેળવવા બહોળી સંખ્યામાં ચાહકો આવ્યા છે. તો બીજીતરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અહીં ઉમટેલી જનમેદનીનો પોટો પણ શેર કર્યો છે.

હાર્દિક પંડ્યાનું ટ્વીટ

હાર્દિક પંડ્યાએ વિજય પરેડ પહેલા એક્સ પર પોસ્ટ શેર કરી હતી. આમાં તેણે ટ્રોફી સાથે તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘જલદી મળીશું, વાનખેડે.’

ક્રિકેટ ચાહકોએ એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં મદદ કરી

ટીમ ઈન્ડિયાની એક ઝલક માટે મુંબઈના રસ્તાઓ પર ભારે ભીડ ઉમટી છે. ખાસ કરીને મરીન ડ્રાઈવમાં હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ છે, ત્યારે મરીન ડ્રાઈવ ખાતે એકત્ર થયેલા ક્રિકેટ ચાહકોએ એમ્બ્યુલન્સને ભીડમાંથી પસાર થવા માટે રસ્તો બનાવ્યો હતો.

મુંબઇ પોલીસે કરી અપીલ

ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદ આજે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડ યોજાઇ રહી છે. ત્યારે લાખોની સંખ્યામાં લોકો વાનખેડે તથા મરીન ડ્રાઈવની આસપાસ એકત્રિત થયા છે. એવામાં મુંબઈ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે હવે કોઈ મરીન ડ્રાઈવ તરફ પ્રવાસ કરે નહીં.

મુંબઇ એરપોર્ટ પહોંચી ટીમ ઇન્ડિયા

ભારતીય ટીમ મુંબઇ એરપોર્ટ પર લેન્ડ કરી ચૂકી છે. BCCI મુજબ, વિજય પરેડ સાંજે 5 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ ફ્લાઇટ મોડી થવાને કારણે આ કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે થોડી દેર બાદ વિજય પરેડ શરૂ થવા જઇ રહી છે.

ભારતીય ટીમ થોડીક વારમાં એરપોર્ટ પરથી નીકળવા જઇ રહી છે. વિક્ટ્રી પરેડ માટે ભારતીય ટીમ મરીન ડ્રાઇવ પહોંચવા વાળી છે. જ્યાં ભારે સંખ્યામાં ભારતીય ટીમના ચાહકો હાજર છે. વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમ એક નાના કાર્યક્રમમમાં ભાગ લેશે ત્યાં પણ ચાહકોનો ભારે જમાવડો થયો છે.

મુંબઇમાં વરસી રહ્યો છે ભારે વરસાદ
ભારતીય ટીમની જીત પર જાણે કુદરત પણ ઝૂમી રહી છે. ભારતીય ટીમના મુંબઇ પહોંચ્યા બાદ ભારે વરસાદ શરૂ થઇ ગઇ છે, છતાં મરીન ડ્રાઇવ પર લાખો લોકોનો જમાવડો થયો છે અને સૌ ભારતીય ટીમની વિક્ટ્રી પરેડ શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે

એરપોર્ટથી નીકળ્યા ભારતીય ખેલાડીઓ
ભારતીય ખેલાડીઓ મુંબઇ એરપોર્ટથી નીકળી ગયા છે અને ટુંક સમયમાં તેઓ તેમની ઓપન બસમાં જોવા મળશે.

ટીમ ઇન્ડિયાની ફ્લાઇટને વોટર કેનનથી અપાઇ સલામી
ભારતીય ટીમના ખેલાડીઓના સન્માનમાં ભારતીય ક્રિકેટ ટીમના મુંબઇ એરપોર્ટ પર વોટર કેનન દ્વારા સલામી આપવામાં આવી છે. આ વચ્ચે મરીન ડ્રાઇવ પર લાખો ચાહકો 3-4 કલાકથી વિક્ટ્રી પરેડ શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે.



વિક્ટ્રી પરેડ શરૂ થવામાં લાગશે સમય
મરીન ડ્રાઇવથી વાનખેડે સ્ટેડિયમ સુધી યોજાનારી વિક્ટ્રી પરેડ શરૂ થવામાં હજી થોડીક વાર લાગશે. વિક્ટ્રી પરેડમાં જોડાવવા માટે ભારતીય ખેલાડીઓ એરપોર્ટ પરથી નીકળી ગયા છે, પરંતુ રસ્તાઓ પર ચાહકોની ભારે ભીડ હોવાને કારણે તેમને મરીન ડ્રાઇવ સુધી પહોંચવામાં સમય લાગશે. આ કારણસર વિક્ટ્રી પરેડ શરૂ થવામાં અપેક્ષા કરતા વધુ સમય લાગી રહ્યો છે.

મુંબઇ એરપોર્ટ ઓથોરિટી દ્વારા યોજાઇ વિક્ટ્રી પરેડ


હવે ટુંક સમયમાં શરૂ થશે વિક્ટ્રી પરેડ
મરીન ડ્રાઇવથી વાનખેડે સ્ટેડિયમ સુધી લાખો ચાહકો ભારતીય ખેલાડીઓની રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે ભારતીય ખેલાડીઓ એરપોર્ટથી નીકળી ગયા છે. આ સાથે વિક્ટ્રી પરેડ ટુંક સમયમાં શરૂ થવા જઇ રહી છે.

હાર્દિક પંડ્યાના હાથમાં ટ્રોફી
મુંબઇ એરપોર્ટથી નીકળતી વખતે ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાથમાં ટ્રોફી સાથે નજરે પડ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવામાં હાર્દિક પંડ્યાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હાલ, ભારતીય ટીમના ખેલાડીઓ સાથે ભારે સંખ્યામાં સુરક્ષાદળો હાજર છે.


Google NewsGoogle News