Get The App

મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત બની WPL ચેમ્પિયન, દિલ્હી સતત ત્રીજી વખત ફાઈનલ હાર્યું

Updated: Mar 15th, 2025


Google News
Google News
મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત બની WPL ચેમ્પિયન, દિલ્હી સતત ત્રીજી વખત ફાઈનલ હાર્યું 1 - image


WPL Final: વિમેન્સ પ્રીમિયર લીગ(WPL)ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે(MI) દિલ્હી કેપિટલ્સ(DC) સામે 8 રનથી વિજય મેળવ્યો. આ સાથે MI બીજી વખત WPL ચેમ્પિયન બન્યું છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે અંત સુધી લડત આપી પરંતુ ટાર્ગેટથી 8 રન ઓછા પડી ગયા. મેચ છેલ્લી ઓવર સુધી ચાલી, પરંતુ કેપ્ટન મેગ લેનિંગ દિલ્હીને સતત ત્રીજી ફાઇનલ હારથી બચાવી શકી નહીં.

છેલ્લી ઓવર સુધી રોમાંચક મેચ ચાલી

WPL 2025 ટુર્નામેન્ટમાં ફરી એકવાર પીછો કરતી ટીમ બ્રેબોર્ન સ્ટેડિયમમાં હારી ગઈ છે. મુંબઈની ટીમ ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. ખરાબ શરૂઆત પછી કેપ્ટન હરમનપ્રીત કૌર અને નેટ સાયવર બ્રન્ટે 89 રનની ભાગીદારી કરીને MIનો સ્કોર સ્થિર કર્યો. એક તરફ, હરમનપ્રીતે 66 રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી, તો બીજી તરફ સાયવર-બ્રન્ટે 30 રનની ઇનિંગ રમી. જ્યારે દિલ્હીનો વારો આવ્યો, ત્યારે મેરિજેન કેપ અને જેમિમા રોડ્રિગ્સ સિવાય કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યું નહીં.

મુંબઈ બીજી વખત WPL ચેમ્પિયન બન્યું

આ બીજી વખત છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે WPL ટાઇટલ જીત્યું છે. આ પહેલા, મુંબઈ વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝનની વિજેતા હતી. તે મેચમાં, MI એ દિલ્હીને 7 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે આ વખતે દિલ્હીને 8 રને હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે મુંબઈ એકમાત્ર ટીમ છે જે બે વાર WPL ચેમ્પિયન બની છે.


Tags :