IPL 2025: આ પાંચ સ્ટાર ખેલાડીઓને રિટેન કરશે મુંબઈ ઈન્ડિયન્સ, ગયા વર્ષના વિવાદમાં થઈ ગયું સમાધાન!
IPL 2025, Mumbai Indians Probable Retained Players List : આગામી IPL 2025ના મેગા ઓક્શન અંગે અપડેટ આવ્યું છ કે તેનું આયોજન 25-26 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયામાં થઈ શકે છે. આ દરમિયાન BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી રીટેન્શન યાદી અનુસાર એક ટીમ 5 ખેલાડીઓને રિટેન કરી શકે છે. અને એક ખેલાડી પર રાઈટ ટુ મેચ(RTM) કાર્ડ રમી શકે છે. તમામ ટીમોની જેમ મુંબઈ ઈન્ડિયન્સે પણ 31 ઓક્ટોબર સુધીમાં BCCIને તેમની રિટેન્શનની યાદી જમા કરવાની રહેશે. તે પહેલા, ચાલો તે 5 ખેલાડીઓ વિશે જાણીએ જેમને MI રિટેન કરી શકે છે.....
1. રોહિત શર્મા
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024માં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સમાંથી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અને રોહિત શર્માની જગ્યાએ તેને MIનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સીઝન દરમિયાન રોહિત અને હાર્દિક વચ્ચે મતભેદની અફવાઓ પણ સામે આવી હતી. પરંતુ રોહિત એ જ ખેલાડી છે જેણે પોતાની કેપ્ટનશીપમાં MIને 5 વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે. અત્યાર સુધી તેણે MI ફ્રેન્ચાઈઝી માટે 212 મેચમાં 5,458 રન બનાવ્યા છે.
2. હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સ IPL 2022નો ખિતાબ જીત્યું હતું. ગત સીઝનમાં તે MIમાં પાછો ફર્યો હતો. પરંતુ તેણે લીધેલા ઘણાં ખરાબ નિર્ણયોને કારણે તેની ભારે ટીકા થઈ હતી. તે વ્યક્તિગત રીતે અને તેની કેપ્ટનશિપ બંનેને લઈને કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. પરંતુ હાર્દિક વિશ્વના ટોચના ઓલરાઉન્ડર ખેલાડીઓમાંનો એક છે. MIમાં રમવાનો અને IPLમાં કેપ્ટનશીપ કરવાનો તેનો અનુભવ આ બધાને લઈને ટીમ મેનેજમેન્ટ તેને રિટેન કરી શકે છે.
3. સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ વર્તમાન ક્રિકેટના T20નો સૌથી સફળ બેટરોમાનો એક છે. 360 ડિગ્રી શોટ અને લાંબી ઇનિંગ્સ રમવાની તેની ક્ષમતાને જોતાં કોઈપણ ટીમ તેને પોતાની સાથે રાખવા માંગશે. સૂર્યાની માંગ હવે વધી ગઈ છે. કારણ કે તે હવે ભારતીય T20 ટીમનો કેપ્ટન બની ગયો છે. તેણે અત્યાર સુધી MI માટે 96 મેચમાં 2,986 રન બનાવ્યા છે.
4. જસપ્રિત બુમરાહ
હાલમાં જસપ્રિત બુમરાહ દુનિયાનો સૌથી સફળ ઝડપી બોલર છે. મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યા પછી બુમરાહ માટે શરૂઆતની કેટલીક સીઝન સારી રહી ન હતી. પરંતુ એ વાત નકારી શકાય નહીં કે MIએ તેને વિશ્વનો ટોચનો બોલર બનાવવાનો પાયો નાખ્યો હતો. ગત સીઝનમાં પણ તેણે 13 મેચમાં 20 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : વીરુના આ ગુરુ મંત્રને ફોલો કરે તો પાકિસ્તાનનો આ દિગ્ગજ ટીમમાં કરી શકશે વાપસી
5. નેહાલ વાઢેરા
રિટેન્શન નિયમો અનુસાર દરેક ટીમે ઓછામાં ઓછા એક અનકેપ્ડ ખેલાડીને રિટેન કરવો રહેશે. આ સ્થાન નેહલ વાઢેરા હાંસલ કરી શકે છે. તેણે મુંબઈ માટે અત્યાર સુધી 20 મેચમાં 350 રન બનાવ્યા છે. વાઢેરાએ ગત સીઝનમાં ઘણી મેચો રમી ન હતી. પરંતુ તેના ક્લાસિક શોટ્સ એ વાતનો પુરાવો છે કે તે વર્લ્ડ ક્લાસ બેટર છે. MI વાઢેરાને 4 કરોડ રૂપિયામાં અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરી શકે છે.