રોહિત શર્માને કેપ્ટન નહીં બનાવે મુંબઈ ઈન્ડિયન્સ, IPL 2025 પહેલા કેમ અટકળો થઈ તેજ?

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
રોહિત શર્માને કેપ્ટન નહીં બનાવે મુંબઈ ઈન્ડિયન્સ, IPL 2025 પહેલા કેમ અટકળો થઈ તેજ? 1 - image

Mumbai Indians, Rohit Sharma: તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડકપ ભારતે રોહિત શર્માના નેતૃત્વ હેઠળ જીત્યો હતો. રોહિતની આ મોટી ઉપલબ્ધિ હોવા છતાં પણ હવે તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સ આગામી આઈપીએલ સિઝનમાં તેને કેપ્ટન નહીં બનાવવાનો નિર્ણય લીધો છે. આગામી સિઝનમાં પણ મુંબઈની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાના હાથમાં જ રહી શકે છે. ગયા વર્ષે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન સોંપવામાં આવ્યું હતું. પરંતુ તેના નેતૃત્વમાં ટીમ પ્લેઓફમાં પહોંચવામાં પણ નિષ્ફળ રહી હતી. હાર્દિકને પોતાનું કેપ્ટનશીપને લઈને ક્રિકેટ ચાહકો તરફથી ભારે વિરોધ અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

હવે સવાલ એ છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહેશે, તો શું રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં રહેશે કે ટીમને અલવિદા કહીને અન્ય ટીમમાં જોડાઈ જશે? એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, જો રોહિત શર્મા ઓક્શનમાં આવે છે તો લખનૌ સુપરજાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી તેના પર 50 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. જો કે લખનૌના માલિક સંજીવ ગોએન્કાએ આ સમાચારને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાનનો સ્ટાર બેટર 616 દિવસથી ફ્લોપ, ટીમથી બહાર ફેંકાવાનું જોખમ, ફોર્મમાં જ નથી

આગામી આઈપીએલને લઈને ઘણી એવી ટીમો છે કે જેને નવા કેપ્ટનની સખત જરૂર છે. એવું કહેવાઈ રહ્યું છે કે દિલ્હી કેપિટલ્સ પણ તેના કેપ્ટનને બદલી શકે છે. પંજાબ કિંગ્સ પણ નવા કેપ્ટનની શોધ કરી રહ્યું છે. લખનૌએ પણ કેએલ રાહુલને કેપ્ટન બનાવવા અંગે હજુ સુધી સ્પષ્ટપણે કહ્યું નથી, તેથી શક્ય છે કે લખનૌ પણ નવા કેપ્ટનને ટીમનું સુકાન આપી શકે. બેંગ્લોર પણ આગામી સિઝન માટે ફાફ ડુ પ્લેસિસને કેપ્ટનશીપ આપશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

રોહિત શર્માને કેપ્ટન નહીં બનાવે મુંબઈ ઈન્ડિયન્સ, IPL 2025 પહેલા કેમ અટકળો થઈ તેજ? 2 - image


Google NewsGoogle News