IPL 2024 : મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આજે ટક્કર, બંને ટીમોને પ્રથમ જીતનો ઈન્તેજાર

મુંબઈ ઇન્ડિયન્સને પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
IPL 2024 : મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આજે ટક્કર, બંને ટીમોને પ્રથમ જીતનો ઈન્તેજાર 1 - image
Image:IANS

MI vs SRH : IPL 2024ની આઠમી મેચમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. તેથી બંને ટીમો સિઝનની તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.

આવી રહેશ MIની પ્લેઇંગ-11

મુંબઈ ઇન્ડિયન્સના પ્લેઇંગ-11ની વાત કરીએ તો રોહિત શર્મા સાથે ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. જો કે ગુજરાત ટાઇટન્સ સામે ઇશાન શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી મિડલ ઓર્ડરમાં તિલક વર્મા, નમન ધીર અને હાર્દિક પંડ્યા જેવા બેટર હશે. મુંબઈ માટે ફિનિશિંગની જવાબદારી ટિમ ડેવિડ પર રહેશે. આ ઉપરાંત બોલર તરીકે શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રીત બુમરાહ અને લ્યુક વુડ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.

ક્લાસેન પર રહેશે નજર

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મયંક અગ્રવાલ અને રાહુલ ત્રિપાઠી ઓપનરની ભૂમિકા ભજવી શકે છે. આ પછી એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ અને શાહબાઝ અહેમદ જેવા બેટર મિડલ ઓર્ડરમાં હશે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર પ્રદર્શન કરનાર હેનરિક ક્લાસેન પર ખાસ કરીને નજર રહેશે. આ ઉપરાંત માર્કો જેન્સેન, પેટ કમિન્સ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને ટી નટરાજનને સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ-11માં જગ્યા મળી શકે છે.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

મુંબઈ ઇન્ડિયન્સ

હાર્દિક પંડ્યા (C), રોહિત શર્મા, ઈશાન કિશન (wkt), તિલક વર્મા, નમન ધીર, ટિમ ડેવિડ, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રીત બુમરાહ, લ્યુક વુડ

સનરાઈઝર્સ હૈદરાબાદ

પેટ કમિન્સ (C), મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (wkt), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સેન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે, ટી નટરાજન

IPL 2024 : મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આજે ટક્કર, બંને ટીમોને પ્રથમ જીતનો ઈન્તેજાર 2 - image


Google NewsGoogle News