IPL 2024માં પ્રથમ જીત સાથે MIએ ઈતિહાસ રચ્યો, T20 ક્રિકેટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Image:IANS |
Mumbai Indians : IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સે સતત ત્રણ મેચ હાર્યા બાદ પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. સિઝનની ચોથી મેચમાં મુંબઈએ દિલ્હી કેપિટલ્સને હરાવી જીતનું ખાતું ખોલ્યું હતું. આ જીત સાથે મુંબઈએ T20 ક્રિકેટમાં ઈતિહાસ રચી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ સાથે મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સ અને ભારતીય ક્રિકેટ ટીમને પણ પાછળ છોડી દીધા છે.
મુંબઈ ઇન્ડિયન્સે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
IPL 2024ની 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને T20 ક્રિકેટમાં 150 જીત પૂરી કરી હતી. T20 ક્રિકેટના ઈતિહાસમાં મુંબઈ આ આંકડાને સ્પર્શનારી પ્રથમ ટીમ બની છે. આ યાદીમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 148 જીત સાથે બીજા સ્થાને છે અને ભારતીય ક્રિકેટ ટીમ 144 જીત સાથે ત્રીજા સ્થાન પર છે. લેંકશાયરની ટીમ 143 જીત સાથે ત્રીજા સ્થાને અને સમરસેટ 142 T20 જીત સાથે ચોથા સ્થાને છે. આ યાદીમાં પાકિસ્તાન 139 જીત સાથે છઠ્ઠા સ્થાને છે.
સૌથી વધુ T20 મેચ જીતનાર ટીમ
150 – મુંબઈ ઈન્ડિયન્સ
148 – ચેન્નઈ સુપર કિંગ્સ
144 – ભારત
143 – લેંકશાયર
142 – સમરસેટ
139 – પાકિસ્તાન