IPL: રોહિત અને સૂર્યાની જબરદસ્ત ઈનિંગ, મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ચેન્નાઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 16મી ઓવરમાં 9 વિકેટ બાકી રહેતા પોતાના ઘરઆંગણે મેચ જીતી લીધી. મુંબઈની ટીમે હવે જીતની હેટ્રિક ફટકારીને પ્લેઓફ માટે પોતાની આશા મજબૂત કરી છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મુંબઈની જીતના હીરો હતા, બંનેએ શક્તિશાળી અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
177 રનના ટાર્ગેટના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે ખૂબ જ સારી શરૂઆત કરી. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને 63 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી. રિકેલ્ટન 24 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી અને ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોને વિકેટ માટે તરસતા રહ્યા. રોહિત અને સૂર્યા વચ્ચે 114 રનની ભાગીદારી થઈ. સ્પિનરોનું કંગાળ પ્રદર્શન ચેન્નાઈ માટે મુશ્કેલીનું મૂળ કારણ બની ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં સ્પિનરોએ 10 ઓવર ફેંકી હતી પરંતુ માત્ર એક જ વિકેટ લીધી હતી.
બંને ટીમની ઇનિંગ
મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા 76 રન (45 બોલ), રેયાન રિકલ્ટન 24 રન (19 બોલ), સૂર્યકુમાર યાદવ 68 રન (30 બોલ).
ચેન્નઈ સુપર કિંગ્સ: MS ધોની 4 રન (6 બોલ), રચિન રવીન્દ્ર 5 રન (9 બોલ), આયુષ મ્હાત્રે 32 રન (15 બોલ), રવીન્દ્ર જાડેજા 53 રન (35 બોલ), શિવમ દુબે 50 રન (32 બોલ), જેમી ઓવરટોન 4 રન (3 બોલ), શેખ રશીદ 19 રન (20 બોલ).
બંને ટીમોની પ્લેઇંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, અશ્વિની કુમાર.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: કોર્બીન બોસ, રોહિત શર્મા, રાજ અંગદ બાવા, રોબિન મિંજ, સત્યનારાયણ રાજુ.
ચેન્નઈ સુપર કિંગ્સ: MS ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શેખ રશીદ, રચિન રવીન્દ્ર, આયુષ મ્હાત્રે, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, જેમી ઓવરટોન, નૂર અહમદ, ખલીલ અહેમદ, મથિશ પથિરાના, શિવમ દુબે.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: અંશુલ કંબોજ, કમલેશ નાગરકોટી, રામકૃષ્ણ ઘોષ, સેમ કરન, આર અશ્વિન.