Get The App

રણજી ટ્રોફીમાં 78 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન, બરોડા સામે મુંબઈના બે બેટરે સદી ફટકારી ચોંકાવ્યા

ક્વાર્ટર ફાઈનલમાં બરોડાને જીતવા માટે 606 રનની જરૂર

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
રણજી ટ્રોફીમાં 78 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન, બરોડા સામે મુંબઈના બે બેટરે સદી ફટકારી ચોંકાવ્યા 1 - image
Image:Social Media

Ranji Trophy 2023-24, Mumbai VS Baroda : રણજી ટ્રોફીમાં નંબર-10 અને નંબર-11 પર બેટિંગ કરવા આવેલા મુંબઈના બેટરોએ ઐતિહાસિક કારનામું કર્યું છે. તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ નંબર-10 અને નંબર-11 પર બેટિંગ કરવા આવ્યા બાદ સદી ફટકારી હતી. બંને વચ્ચે છેલ્લી વિકેટ માટે 232 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન તુષાર દેશપાંડેએ 129 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 123 રનની ઇનિંગ રમી હતી, જ્યારે તનુષ કોટિયને 129 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 120 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં 78 વર્ષ બાદ 10 અને 11 નંબરના બેટરોએ સદી ફટકારી છે.

વર્ષ 1946માં બન્યું હતું આવું

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી વખત હતું જ્યારે નંબર-10 અને નંબર-11ના બેટરોએ સદી ફટકારી હોય. આ પહેલા વર્ષ 1946માં ઇન્ડિયન્સ અને સર્રેય વચ્ચેની મેચમાં આવું બન્યું હતું. વર્ષ 1946માં ચંદુ સરવટે અને શુટે બેનર્જીએ અનુક્રમે 124 અને 121 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો.

CSKની ટીમે 20 લાખમાં ખરીદ્યો હતો આ ખેલાડી

તનુષ કોટિયન ભારતની અંડર-19 ટીમ માટે રમી ચૂક્યો છે અને ડોમેસ્ટિક સર્કિટમાં મુંબઈ માટે રમે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 10 ફિફ્ટી ફટકારી છે અને આ તેની પ્રથમ સદી હતી. તેણે 23 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 38.12ની એવરેજથી 915 રન બનાવ્યા છે. તુષાર દેશપાંડે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. IPL 2022માં યોજાયેલ મેગા ઓકશનમાં ચેન્નઈએ તેને 20 લાખમાં ખરીદ્યો હતો.

રેકોર્ડ બનાવવાથી 2 રન ચૂક્યા

તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેની જોડી રણજીમાં 10મી વિકેટ માટે બીજી સૌથી વધુ ભાગીદારી કરવાનો રેકોર્ડ ધરાવે છે. બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન તેઓએ 10મી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરવાના રેકોર્ડથી માત્ર બે રન ચૂકી ગયા હતા. રણજીમાં સૌથી મોટી ભાગીદારી કરવાનો રેકોર્ડ અજય શર્મા અને મનિન્દર સિંહના નામે છે, જેમણે વર્ષ 1991-92ની સિઝનમાં મુંબઈ સામે દિલ્હી માટે 10મી વિકેટ માટે 233 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી.

રણજી ટ્રોફીમાં 78 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન, બરોડા સામે મુંબઈના બે બેટરે સદી ફટકારી ચોંકાવ્યા 2 - image


Google NewsGoogle News