Get The App

'ધોનીએ લાત મારી...' દિગ્ગજ ક્રિકેટરે IPL સાથે સંકળાયેલો કેપ્ટન કૂલનો રહસ્ય ખોલ્યો!

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
MS Dhoni


MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન કુલ પણ કહેવાય છે. મહેન્દ્ર સિંહ ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ તે હજુ પણ IPLમાં રમતા જોવા મળે છે. જો કે ધોનીએ IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે પરંતુ ધોનીનો ગુસ્સો ઘણો ખતરનાક છે. ઘણીવાર ધોનીએ મેદાનની અંદર કે બહાર રહીને પોતાનું એન્ગ્રી યંગમેન વાળુ કેરેક્ટર બતાવ્યુ હોય.  

ધોની સાથે જોડાયેલો આવો જ એક કિસ્સો ચેન્નાઇ સુપર કિંગ્સ અને ભારતીય ટીમના સાથી પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથે જણાવ્યો છે. 

એક ઈન્ટરવ્યુમાં તેના ભૂતપૂર્વ સાથી પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથે જણાવ્યું કે, એકવાર ધોનીનો ગુસ્સો મેદાન પર નહી પરંતુ ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. 

CSK 110 રન બનાવી શકી નહોતી

એસ બદ્રિનાથે કહ્યું કે, ધોની એવો વ્યક્તિ છે કે, તે ગુસ્સામાં હોય તો પણ સામેની ટીમને એ જાણવા નથી દેતો કે તે ગુસ્સે છે. આવી જ રીતે એક વખત ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ IPLમાં 110 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી પરંતુ ટીમે સતત વિકેટ ગુમાવી અને મેચ હારી ગઈ.

ધોનીએ ગુસ્સામાં બોટલને લાત મારી

તે મેચમાં એસ બદ્રીનાથ લેપ શોટ રમતા અનિલ કુંબલેના બોલ પર એલબીડબલ્યુ થયો હતો. તેણે કહ્યું કે, હું ડ્રેસિંગ રૂમની બહાર ઉભો હતો. ધોની અંદર આવી રહ્યો હતો અને સામે એક નાની પાણીની બોટલ હતી. ધોનીએ બોટલને લાત મારી અને પાર્કની બહાર ફેંકી દીધી. અમે ધોની સામે આંખ પણ મિલાવી શક્યા નહીં.

IPL 2025 માટે ટૂંક સમયમાં મેગા ઓક્શન યોજાવાની છે. IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ટોપ-4માં પહોંચી શકી નથી. ગયા વર્ષે, CSKની કેપ્ટન્સી રુતુરાજ ગાયકવાડે કરી હતી. CSKના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ ધોની રાંચી પરત ફર્યો હતો.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના આ ધુરંધર ક્રિકેટરે ઉજવ્યો 34મો જન્મ દિવસ, ટી20માં બનાવી ચૂક્યો છે અનેક રેકોર્ડ



Google NewsGoogle News