છેલ્લી વખત IPLમાં જોવા મળશે ધોની સહિત આ દિગ્ગજ, આ વર્ષે સંન્યાસ લઈ શકે છે 6 ભારતીય દિગ્ગજ ક્રિકેટર
નવી મુંબઇ,તા. 6 ડિસેમ્બર 2023, બુધવાર
IPL 2024 ઘણા દિગ્ગજ ખેલાડીઓ માટે છેલ્લી સિઝન સાબિત થઈ શકે છે. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. એવું માનવામાં આવે છે કે IPL 2024 ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે છેલ્લી સિઝન સાબિત થશે. આ સિવાય અમિત મિશ્રા, રિદ્ધિમાન સાહા, પીયૂષ ચાવલા, દિનેશ કાર્તિક અને શિખર ધવન કદાચ છેલ્લી IPL મેચમાં જોવા મળશે.
IPL 2024 માહી માટે છેલ્લી સિઝન હશે!
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 42 વર્ષના છે પણ તેમની ફિટનેસે શાનદાર છે, પરંતુ એવા સંકેતો મળી રહ્યા છે કે આગામી IPL બાદ કેપ્ટન કૂલ IPLને અલવિદા કહી દેશે.
આ સિવાય હાલમાં, કેએલ રાહુલની કપ્તાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સનો એક ભાગ મનાતા 41 વર્ષીય અમિત મિશ્રા છેલ્લી વખત IPL મેચોમાં જોવા મળી શકે છે. તેમજ કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ જેવી ટીમો માટે રમી ચૂકેલા 39 વર્ષીય રિદ્ધિમાન સાહાનું નામ આ લિસ્ટમાં છે.
આ વર્ષે સંન્યાસ લઈ શકે છે 6 ભારતીય દિગ્ગજ ક્રિકેટર
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહેલા પિયુષ ચાવલા IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાંથી એક છે. ચાવલાના પ્રદર્શન તેમજ ફિટનેસને જોતા એવું માનવામાં આવે છે કે, તે IPL 2024 પછી લીગનો ભાગ નહીં હોય. IPL ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક 37 વર્ષીય દિનેશ કાર્તિક હાલમાં RCBનો ભાગ છે. તે પણ આ લિસ્ટમાં છે.
આ ખેલાડીઓ સિવાય IPL 2024 સિઝન પણ શિખર ધવન માટે છેલ્લી સિઝન સાબિત થઈ શકે છે. શિખર ધવન ઘણા સમયથી ભારતીય ટીમનો ભાગ નથી. જોકે, તે IPL પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરે છે.