મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચ્યો, વિશ્વ ક્રિકેટમાં આજ સુધી કોઈ આવું કરી શક્યું નથી

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચ્યો, વિશ્વ ક્રિકેટમાં આજ સુધી કોઈ આવું કરી શક્યું નથી 1 - image
Image:IANS

MS Dhoni T20 Record In Wicketkeeping : IPL 2024માં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ જોઇને ચેન્નઈના ફેન્સ ખૂબ ખુશ થયા હતા કારણ કે આ મેચમાં ચાહકોને CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી. ધોનીએ પ્રથમ બે મેચમાં માત્ર વિકેટકીપિંગ જ કરી હતી. પરંતુ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં માહીની બેટિંગ પણ જોવા મળી હતી. બેટિંગમાં ધોનીએ 16 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા. પરંતુ તે પહેલા તેણે વિકેટકીપિંગમાં ખાસ ત્રેવડી સદી પૂરી કરી અને આ આંકડાને સ્પર્શનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બન્યો હતો.

ધોનીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ધોનીએ T20 ક્રિકેટમાં વિકેટકીપિંગ કરતા 300 બેટરોને પોતાનો શિકાર બનાવ્યો હતો. ધોનીએ T20ની 367 ઇનિંગ્સમાં વિકેટકીપર તરીકે 300 બેટરોને આઉટ કર્યા હતા. ધોની 300નો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે. પાકિસ્તાનનો પૂર્વ વિકેટકીપર કામરાન અકમલ આ યાદીમાં બીજા સ્થાને છે, જેણે 281 ઇનિંગ્સમાં 274 બેટરોને આઉટ કર્યા હતા.

T20 ક્રિકેટમાં સૌથી વધુ બેટરોને આઉટ કરનાર વિકેટકીપર

એમએસ ધોની - 300 (367 ઇનિંગ્સ)

કામરાન અકમલ - 274 (281 ઇનિંગ્સ)

દિનેશ કાર્તિક - 274 (325 ઇનિંગ્સ)

ક્વિંટન ડી કોક - 270 (290 ઇનિંગ્સ)

જોશ બટલર - 209 (259 ઇનિંગ્સ)

પૃથ્વી શોના રૂમમાં કર્યો 300મો શિકાર

જણાવી દઈએ કે ધોનીએ આ ખાસ ત્રેવડી સદી પૃથ્વી શોનો કેચ પકડીને પૂરી કરી હતી. દિલ્હી કેપિટલ્સએ તેની ઇનિંગની બીજી વિકેટ પૃથ્વી શોના રૂપમાં ગુમાવી હતી. શોને જાડેજાએ આઉટ કર્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચ્યો, વિશ્વ ક્રિકેટમાં આજ સુધી કોઈ આવું કરી શક્યું નથી 2 - image


Google NewsGoogle News