VIDEO: ગુસ્સો કે દુ:ખ? પરાજય બાદ ધોનીએ RCBની ટીમ સાથે હાથ ન મિલાવ્યો, પાછળ-પાછળ ગયો કોહલી
IPL 2024: નોકઆઉટ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે પરાજય બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. મેચ પૂર્ણ થયા બાદ સીએસકેના ખેલાડીઓ હાથ મિલાવવા માટે રાહ જોઈ રહ્યા હતા, જેમાં સૌથી આગળ મહેન્દ્ર સિંહ ધોની હતા. જો કે, આરસીબીના ખેલાડીઓ જીતના જશ્નમાં વ્યસ્ત હતા. જે બાદ ધોની હાથ મિલાવ્યા વિના જ ડ્રેસિંગ રૂમ તરફ રવાના થઈ ગયા હતા. અન્ય એક વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વિરાટ કોહલી પણ ડ્રેસિંગ રૂમ તરફ જાય છે.
બેંગ્લોરનો 27 રનથી વિજય થયો
આરસીબી સામેની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ સીએસકેને બહારનો રસ્તો જોવો પડ્યો હતો. સીએસકેને પ્લેઓફમાં જવા માટે 201 રન બનાવવાના હતા, પરંતુ એવું બન્યું નહીં. આખી ઓવર રમ્યા બાદ ચેન્નાઈનો સ્કોર 191 રન સુધી પહોંચી ગયો હતો. આરસીબીને પ્લેઓફ વન માટે ક્વોલિફાય થવા માટે 18 રનથી જીતવાનું હતું, પરંતુ તેઓ 27 રને જીતી ગયા હતા. મેચ જીત્યા પછી આરસીબીના ખેલાડીઓ જશ્નમાં વ્યસ્ત હતા અને ખેલાડીઓ હાથ મિલાવવામાં મોડું કર્યું. જ્યારે ધોનીએ આ જોયું તો તે હાથ મિલાવ્યા વગર ડ્રેસિંગ રૂમ તરફ ગયો. જો કે, બાદમાં મહેન્દ્ર સિંહ ધોની ડગઆઉટમાંથી હાથ મિલાવવા આવી હતી.
હર્ષા ભોગલે અને માઈકલ વોને સવાલો ઉઠાવ્યા
જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ કહ્યું, 'વર્લ્ડકપ ફાઇનલ પછી પણ ખેલાડીઓએ હાથ મિલાવ્યા હતા. આ એક મહાન વસ્તુ છે, જે દર્શાવે છે કે હવે આપણી લડાઈ સમાપ્ત થાય છે જે માત્ર મેચ પૂરતી જ હતી.' ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને કહ્યું કે,'જો ધોનીની આ છેલ્લી રમત હોય અને આજ પછી તે ક્યારેય આઈપીએલમાં ખેલાડી તરીકે નહીં આવે તો તેમની વિકેટની ઉજવણી ન કરવી જોઈતી હતી.'