IPL 2025: MS ધોનીને રિટેન કરી શકશે CSK, પણ આટલા રૂપિયા જ મળશે, જાણો શું છે BCCIનો નવો નિયમ
Image Twitter |
IPL 2025 Mega Auction : છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે, શું ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા એમએસ ધોનીને રિટેન કરશે કે નહીં? પરંતુ હવે જ્યારે BCCIએ રિટેન્શન અંગેના નવા નિયમો જાહેર કર્યા છે, એ પછી એવુ કહેવું ખોટું નહીં હોય કે, ધોનીનું રિટેન થવું નક્કી છે. જો કે, એ વાતને નકારી ન શકાય કે, રિટેન થવા પર ધોનીનો પગાર નોંધપાત્ર રીતે ઓછો થઈ જશે.
શું ધોનીને રિટેન કરશે CSK?
5 વાર IPL ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તેના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી એમએસ ધોનીને IPL 2025 મેગા ઓક્શન પહેલા અનકેપ્ડ પ્લેયર તરીકે જાળવી રાખી શકે છે. હકીકતમાં IPL એ 2008માં બનાવેલા નિયમને પરત લાવવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ઓછામાં ઓછા 5 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્લેઇંગ-ઇલેવનમાં સામેલ ન હોય તેવા ખેલાડીને અનકેપ્ડ પ્લેયર તરીકે સામેલ કરી શકાય છે.
તેથી નિયમ પ્રમાણે ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તેણે ભારત માટે તેની છેલ્લી મેચ 2019માં રમી હતી. આવી સ્થિતિમાં હવે માહીને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરી શકાય છે.
ત્રણ ગણો ઘટી જશે એમએસનો પગાર
ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2025 માં તેમના સૌથી મોટા સ્ટાર ખેલાડી એમએસ ધોનીને રિટેન કરવાનું નક્કી છે. તમને જણાવી દઈએ કે, એમએસ ધોનીને IPL 2024માં રમવા માટે 12 કરોડ રૂપિયા મળ્યા હતા, પરંતુ એક અનકેપ્ડ પ્લેયરનો વધુમાં વધુ પગાર 4 કરોડ રૂપિયા હોય છે. એટલે કે, અનકેપ્ડ પ્લેયર બનવા પર ધોનીના પગારમાં 3 ગણો ઘટાડો થશે.
તમને જણાવી દઈએ કે, ધોનીએ IPL 2024માં કેપ્ટન્સી છોડીને ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી હતી. ગાયકવાડની કેપ્ટન્સીમાં CSK છેલ્લા વર્ષે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે રહી હતી.