VIDEO : ટેનિસ કોર્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીના શાનદાર શોર્ટ્સ જોઈ ફેન્સ થઈ ગયા ખુશ ખુશ...

ક્રિકેટ ઉપરાંત ધોનીને ગોલ્ફ અને ટેનિસ ખુબ જ પસંદ છે

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
VIDEO : ટેનિસ કોર્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીના શાનદાર શોર્ટ્સ જોઈ ફેન્સ થઈ ગયા ખુશ ખુશ... 1 - image
Image:Screengrab

MS Dhoni Playing Tennis : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(MS Dhoni's Tennis Court Video Viral)નો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ધોની ટેનિસ કોર્ટમાં જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં જ્યાં ધોની પોતાના શોટ્સથી તમામ ચાહકોનું દિલ જીતી રહ્યો છે, ત્યારે તેની ફિટનેસ પણ બધાને પ્રભાવિત કરી રહી છે. IPLની 16 સિઝનના સમાપ્ત થયા બાદ ધોનીએ પોતાના ઘૂંટણની સર્જરી કરાવી હતી. આ વીડિયો જોતા કહી શકાય છે કે ધોની હવે આ સર્જરીમાંથી રિકવર કરી ચુક્યો છે.

ધોની આજે પણ પ્રશંસકોના દિલ પર રાજ કરે છે

ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં પણ ધોની પોતાનો હાથ અજમાવતો જોવા મળતો હોય છે. તેને ગોલ્ફ અને ટેનિસ ખુબ જ પસંદ છે. ધોનીની ગણતરી વર્લ્ડ ક્રિકેટના મહાન કેપ્ટનોમાં થાય છે. ભારતીય ક્રિકેટ ટીમે ધોનીના નેતૃત્વમાં જ છેલ્લી વખત ICC ટ્રોફી જીતી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ ધોની આજે પણ પ્રશંસકોના દિલ પર રાજ કરે છે અને તેથી જ તે જ્યાં પણ જાય છે ત્યાં ચાહકોની ભીડ જોવા મળે છે.

  VIDEO : ટેનિસ કોર્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીના શાનદાર શોર્ટ્સ જોઈ ફેન્સ થઈ ગયા ખુશ ખુશ... 2 - image


Google NewsGoogle News