IPL 2024: નોકઆઉટ મેચમાં પરાજય બાદ રાંચીમાં પોતાનું મનપસંદ કામ કરતાં દેખાયો ધોની, વીડિયો વાયરલ

Updated: May 20th, 2024


Google NewsGoogle News
IPL 2024: નોકઆઉટ મેચમાં પરાજય બાદ રાંચીમાં પોતાનું મનપસંદ કામ કરતાં દેખાયો ધોની, વીડિયો વાયરલ 1 - image
Image Twitter 

Dhoni's Bike Ride in Ranchi: ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને IPL 2024ની છેલ્લી મેચમાં RCB સામે 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે જ ચેન્નઈની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર આવી ગઈ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ધોનીની આ છેલ્લી IPL મેચ છે. આ સીઝન પહેલા પણ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને તેની જગ્યાએ રુતુરાજ ગાયકવાડને CSKની કમાન સોપવામાં આવી હતી. IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સનો પ્રવાસ પુરો થઈ ગયો છે. તે પછી ધોની પોતાની પસંદગીનું કામ કરતો જોવા મળ્યો છે. 

ધોની રાંચીના રસ્તા પર બાઇક ચલાવતો જોવા મળ્યો

મહેન્દ્ર સિંહ ધોનીને બાઈક ચલાવવું ખૂબ જ ગમે છે. તેના બાઈક પ્રત્યેના પ્રેમ વિશે સૌ કોઈ પરિચિત છે. ધોનીના ઘરે બાઈક અને કારનું એક ખાસ કલેક્શન છે. અને સમયાંતરે તેના ફેન્સને વીડિયો દ્વારા કારનું કલેક્શન જોવા મળે છે. ભારતના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ એકવાર વીડિયો દ્વારા ધોનીના ઘરના ગેરેજની બતાવી હતી. હવે IPL 2024 ખતમ થયા બાદ ધોની રાંચીના રસ્તા પર બાઇક ચલાવતો જોવા મળ્યો છે. ક્રિકેટ ફેન દ્વારા બનાવવામાં આવેલા એક વીડિયોમાં તે બાઈક ચલાવીને ઘરમાં એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તેના ઘરનો લાલ દરવાજો પણ જોવા મળે છે.

આ મેચમાં ધોનીએ 13 બોલમાં 25 રન બનાવ્યા

મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી વિશ્વના મહાન કેપ્ટનોમાં થાય છે. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ પાંચવાર આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી ચુકી છે. IPL 2024 માં CSK ટીમને RCB સામે હૃદયદ્રાવક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ધોનીએ 13 બોલમાં 25 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે. IPL 2024માં ધોનીએ 14 મેચમાં 161 રન બનાવ્યા હતા. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 37 રન રહ્યો છે.

અત્યાર સુધીમાં ધોનીએ 264 IPL મેચોમાં 5243 રન બનાવ્યા

ચેન્નઈ સુપર કિંગ્સની RCB સામે  મેચ બાદ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ધોનીના આ છેલ્લી મેચ છે. તે 2008થી IPLમાં રમી રહ્યો છે. સીએસકે ઉપરાંત તે રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે પણ રમી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેણે 264 IPL મેચોમાં 5243 રન બનાવ્યા છે. 


Google NewsGoogle News