Get The App

VIDEO: જામનગરથી સીધો અહીં પહોંચ્યો ધોની, ક્રિકેટ ફેન્સે કરી સાઉથના આ એક્ટર સાથે તુલના

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
VIDEO: જામનગરથી સીધો અહીં પહોંચ્યો ધોની, ક્રિકેટ ફેન્સે કરી સાઉથના આ એક્ટર સાથે તુલના 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 06 માર્ચ 2024 બુધવાર

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા મંગળવારે ચેન્નઈ પહોંચ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર કારથી બહાર નીકળતા ધોનીની એક તસવીર પોસ્ટ કરી, તેને કેપ્શન આપ્યુ "#THA7A ધરિસનમ (#THA7A Dharisanam! 🦁💛). ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ એક વીડિયો પણ શેર કર્યો. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકોની તેમને લઈને દીવાનગીની હદ શું છે, તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

વીડિયોમાં લિયો મૂવીનું મ્યૂઝિક બેકગ્રાઉન્ડમાં પ્લે થઈ રહ્યું છે. જેમાં દેખાઈ રહ્યુ છે કે કેવી રીતે એક જૂની તસવીરમાં ધોની દેખાય છે, સોશિયલ મીડિયા પર ઘણા લોકો ધોનીની તુલના એક્ટર વિજય થલાપતિ સાથે કરી રહ્યા છે.

ધોનીનું આઈપીએલમાં ચેન્નઈમાં આવવાને લઈને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ક્રેઝ જોવા મળ્યો. ચેન્નઈ સુપર કિંગ્સે ઘણી પોસ્ટ ધોનીના સ્વાગતને લઈને શેર કર્યા.

ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ ગત સીઝનમાં પાંચમી IPL ખિતાબ જીત્યો હતો. અટકળો લગાવાઈ રહી છે કે આ સીઝન એક ખેલાડી તરીકે ધોનીની છેલ્લી સીઝન હશે. 42 વર્ષીય ધોની ગયા વર્ષે સીએસકેની ઈનિંગના અંતમાં મોટાભાગે બેટિંગ કરવા આવ્યા હતા. સીએસકેએ પોતાનો પ્રી-સીઝન ટ્રેનિંગ કેમ્પ શનિવારે શરૂ કર્યો. 

ચેન્નઈની ટીમમાં અત્યાર સુધી આવનારા ખેલાડીમાં દીપક ચહર, ઋતુરાજ ગાયકવાડ, સિમરજીત સિંહ, રાજવર્ધન હંગરગેકર, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, અજય મંડલ, શેખ રશીદ અને નિશાંત સિંધુ (ઓલરાઉન્ડર) સામેલ છે. સીએસકે પોતાના આઈપીએલ 2024 અભિયાનની શરૂઆત 22 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે કરશે.

ધોનીની પોસ્ટે સસ્પેન્સ વધારી દીધું

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને ચાહકોની વચ્ચે સસ્પેન્સ વધારી દીધુ છે. ધોનીએ સંકેત આપ્યા છે કે તેઓ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં નવા રોલમાં સામે આવી શકે છે. તેમની આ પોસ્ટથી ચાહકોના ધબકારા વધી ગયા છે. ધોનીએ ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતુ, નવી સીઝન અને નવી ભૂમિકા માટે રાહ જોઈ શકતો નથી. જોડાયેલા રહો! પોતાની આ પોસ્ટમાં ધોનીએ ખુલાસો કર્યો નથી કે તેમનો નવો રોલ કયો હશે. દરમિયાન ચાહકોની વચ્ચે સસ્પેન્સ વધી ગયુ છે.

ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 5 વખત ખિતાબ જીત્યો

ઉલ્લેખનીય છે કે 42 વર્ષના ધોનીએ 15 ઓગસ્ટ 2020એ ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. પરંતુ તેઓ આઈપીએલમાં રમતા આવી રહ્યા છે. તેમણે પોતાની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને 5 વખત ખિતાબ જીતાડ્યા છે. ધોનીની કેપ્ટનશિપમાં જ ચેન્નઈ ટીમે ગત 2023 સીઝન પણ પોતાના નામે કરી હતી. ત્યારે તેમણે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યુ હતુ.

ધોનીના નામે 3 ICC ટ્રોફી

ધોનીના નામે 3 ICC ટ્રોફી (2007 ટી20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી) છે. આવુ કરનાર તે એકમાત્ર કેપ્ટન છે. તેમના નામે 5 આઈપીએલ ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડમાં તેઓ રોહિત શર્મા(મુંબઈ ઈન્ડિયન્સ) ની સાથે સંયુક્ત રીતે ટોપ પર છે.

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમ માટે 60 ટેસ્ટ, 200 વનડે અને 72 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં વિકેટકીપિંગ કરનાર એકમાત્ર કેપ્ટન છે. અલગ-અલગ ફોર્મેટમાં તેમના નામે આ રેકોર્ડ છે. કોઈ એક વનડે મેચમાં વિકેટકીપર તરીકે હાઈએસ્ટ સ્કોર (183 રન) બનાવવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. 31 ઓક્ટોબર 2005એ આ રેકોર્ડ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમતા બનાવ્યો હતો. 

ધોનીની કેપ્ટનશિપનો રેકોર્ડ 

ધોનીએ ઈન્ટરનેશનલ કરિયર (ટેસ્ટ+વનડે+ટી20) માં કુલ 332 મેચમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે. જે કેપ્ટન તરીકે સૌથી વધુ છે. રિકી પોટિંગે 324 મેચમાં ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી હતી. ધોનીએ આ 332 મેચમાંથી 178 મેચમાં જીત નોંધાવી, 120માં હાર મળી. 6 મેચ ટાઈ થઈ અને 15 ડ્રો રહી. ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 90 ટેસ્ટમાં 4876, 350 ODI માં 10773 અને 98 ટી20માં 1617 રન બનાવ્યા. તેમણે 250 IPL મેચમાં 5082 રન બનાવ્યા છે. જેમાં 142 કેચ અને 42 સ્ટમ્પ પણ સામેલ છે.


Google NewsGoogle News