દિવસે દિવસે યુવાન થતો જાય છે માહી! ધોનીનો નવો લુક જોઈ ફેન્સ ફીદા, કોમેન્ટ કરીને કહ્યું- ફરી વર્લ્ડકપ જીતાડો

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
ms dhoni

 

એકતરફ T20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી ચૂકી છે જ્યાં તેની ટક્કર દક્ષિણ આફ્રિકા સામે થવાની છે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં જ્યારે પહેલી વહેલી વખત ટી-20 વર્લ્ડકપ રમાયો તે ટુર્નામેન્ટ ભારતીય ક્રિકેટ ફેન્સ ક્યારેય નહીં ભૂલી શકી. 

આ ટુર્નામેન્ટમાં ભારતને વિજય સુધી દોરી જનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ પણ ભારતીય ક્રિકેટ ફેન્સના દીલો પર રાજ કરે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ આજે પણ ધોનીની તમામ ગતિવિધિ પર નજર રાખતા રહે છે. ધોનીએ તાજેતરમાં ફરી પોતાના લુકમાં ફેરફાર કરતાં લોકોએ સોશિયલ મીડિયામાં તેની તસવીર શેર કરવાનું શરૂ કરી દીધું હતું.

સોશિયલ મીડિયા પર આલીમ હકીમ નામના હેર સ્ટાઇલિસ્ટ દ્વારા ધોનીના નવા લૂકનો ફોટો શેર કરવામાં આવ્યો હતો જેના પર ક્રિકેટ ફેન્સ દ્વારા જાતજાતની કોમેન્ટ કરવામાં આવી હતી. આ ફોટોન કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે યંગ ડાયનેમિક અને હેન્ડસમ મહેન્દ્ર સિંહ ધોની. ફોટો નીચે ફેન્સ દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી કે ધોની ઉંમર સાથે વધારે યુવાન થતો જાય છે. એક ફેને કોમેન્ટ કરી હતી કે ધોની ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન જોઈને ખુશ છે. તો કેટલાક ફેન્સે કોમેન્ટમાં કહ્યું હતું કે ધોની ફરીથી ટીમમાં આવી જાય તો ભારત વર્લ્ડકપ જીતી જાય.


Google NewsGoogle News