ધોનીએ અમિતાભ-શાહરૂખને છોડ્યા પાછળ, 42 બ્રાન્ડ સાથે ડીલ કરીને માહી થયો માલામાલ
MS Dhoni : ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે ક્રિકેટના મેદાનમાં આગામી IPL 2025માં રમતો જોવા મળશે. આ દરમિયાન ધોનીના ચાહકોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ત્યારે હેવી ધોનીની માર્કેટ વેલ્યુ પણ મજબૂત બની છે. જેમાં તેણે બોલિવૂડના શહેનશાહ અને બાદશાહ બંનેને પાછળ છોડી દીધા છે. એક અહેવાલ અનુસાર, ધોનીએ વર્ષ 2024ના પહેલા છ મહિનામાં માર્કેટ વેલ્યૂના મામલે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનને પાછળ છોડી દીધા છે. ધોની હાલમાં અનેક બ્રાન્ડ સાથે જોડાયેલો છે.
ધોનીએ અભિતાભ બચ્ચન અને શાહરૂખ ખાને પાછળ છોડ્યા
રિપોર્ટ અનુસાર ધોનીએ 2024ના પહેલા ભાગમાં 42 બ્રાન્ડ સાથે ડીલ કરી છે. જે બોલિવૂડના શહેનશાહ ગણાતા અભિતાભ બચ્ચન કરતાં એક અને બાદશાહ તરીકે ઓળખાતા શાહરૂખ ખાન કરતાં આઠ વધુ છે. ધોની રમે કે ન રમે પરંતુ તેની ચર્ચા હંમેશા થતી રહે છે. તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને IPL 2025 માટે રિટેન રાખ્યો છે. જો કે, અહીં ધોનીની કિંમત ઘટી ગઈ છે. પહેલા તેને ફ્રેન્ચાઇઝી 12 કરોડ રૂપિયા હતી, પરંતુ આ વખતે તેને 4 કરોડ રૂપિયા જ મળશે. ધોનીને ફ્રેન્ચાઇઝીએ અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન રાખ્યો છે.
આ પણ વાંચોઃ મેચમાં આ બધુ તો થયા કરે: સિરાજ-હેડ વિવાદમાં ICC પર ભડક્યો હરભજન સિંહ
શું ધોની IPL છોડી દેશે?
ધોનીના કારણે જ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) IPLની સૌથી ફેવરિટ ટીમોમાંથી એક છે. જેના કારણે CSK ઘણાં લોકોની પસંદગી બની ગઈ છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈને પાંચ વખત IPLનો ખિતાબ જીતાડ્યો હતો. ગયા વર્ષે ફ્રેન્ચાઇઝીએ કેપ્ટનશીપ છોડીને રુતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો હતો. ત્યારે ચેન્નાઈ ખૂબ જ નજીક આવી પ્લેઓફમાં જવાનું ચૂકી ગયું હતું.
દર વર્ષે ધોની વિશે એવું કહેવામાં આવે છે કે, આ તેની છેલ્લી IPL હશે. ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. અને ત્યારથી જ દર વર્ષે IPLમાંથી તેના નિવૃત્તિ લેવાના અહેવાલો સામે આવે છે. આવા જ સમાચાર IPL 2024માં પણ આવ્યા હતા. પરંતુ એવું કશું જ બન્યું ન હતું. આ વખતે ફરીથી ધોની IPLમાં રમતો જોવા મળશે.