Get The App

ધોનીને પગની માંસપેશીઓમાં છે ઈજા, ડૉક્ટર્સે ના પાડી છતાં રમી રહ્યો છે IPL

Updated: May 7th, 2024


Google NewsGoogle News
ધોનીને પગની માંસપેશીઓમાં છે ઈજા, ડૉક્ટર્સે ના પાડી છતાં રમી રહ્યો છે IPL 1 - image


Image: Facebook

IPL 2024: ગત રવિવારે ધર્મશાલામાં જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સે પંજાબ કિંગ્સ સામે 16મી ઓવર પૂર્ણ થવા સુધી 122 રન પર પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી હતી તો દરેકને આશા હતી કે હવે ધોની બેટિંગ કરવા આવશે. ચાહકો તે સમયે હતાશ થઈ ગયા જ્યારે શાર્દુલ ઠાકુર બેટ ઉઠાવીને મેદાનમાં આવતા નજર આવ્યો. ધોની નવમાં નંબરે ઉતર્યો. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી મેચ હતી જ્યારે માહી આટલા છેલ્લા નંબરે બેટિંગ કરવા ઉતર્યો. તે બાદ તેના નિર્ણયની ટીકા થવા લાગી. 

ધોનીના પગની માંસપેશીઓમાં ઈજા

રિપોર્ટ અનુસાર ચેન્નઈ સુપરકિંગ્સના પૂર્વ કેપ્ટન સમગ્ર IPLમાં પોતાના પગની માંસપેશીઓમાં ઈજાની સાથે રમી રહ્યો છે અને તેની પાસે ખૂબ લાંબા સમય સુધી દોડવાનો કોઈ વિકલ્પ નથી. ધોનીના પગની માંસપેશીઓ IPLના શરૂઆતના દિવસોમાં જ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી પરંતુ ટીમનો બીજો વિકેટકીપર બેટ્સમેન ડેવોન કોનવે જ્યારે ઈજાના કારણે IPL રમવા ભારત આવ્યો નહીં તો પછી મજબૂરીમાં માહીએ પોતે બ્રેક લેવાનો વિચાર છોડી દેવો પડ્યો. સ્થિતિ એવી છે કે ધોનીને દુખાવો છતાં રમવુ પડી રહ્યુ છે. દવાઓ લેવી પડી રહી છે અને ઓછુ દોડવાનો પ્રયત્ન કરવો પડી રહ્યો છે.

સતત રમવાથી ઈજા વધી રહી છે

જે લોકો ધોનીની ટીકા કરી રહ્યા છે તે જાણતા નથી કે તે આ ટીમ માટે કેટલો ત્યાગ કરી રહ્યો છે. ડોક્ટર્સે તેને આરામ કરવાની સલાહ આપી છે પરંતુ વિકેટકીપર-બેટ્સમેનની પાસે કોઈ વિકલ્પ નથી કેમ કે ટીમ પહેલા જ ઈજાના કારણે ખૂબ કમજોર થઈ ગઈ છે. પ્રેક્ટિસ દરમિયાન 42 વર્ષીય ખેલાડી બિલકુલ પણ દોડી રહ્યો નથી અને તેની પૂરી તૈયારી બોલને પાર્કની બહાર મારવાની છે. તે નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માટે માર્ગદર્શક રહ્યો છે જેણે ખૂબ સારુ પ્રદર્શન કર્યુ છે. ઝડપી બોલર મથિષા પથિરાના અને દીપક ચહર ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે.


Google NewsGoogle News