Get The App

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત પર 'કેપ્ટન કૂલ' ધોનીનું આવ્યું રિએક્શન, કહ્યું - 'મારા તો ધબકારાં...'

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
T20 World cup 2024 Team India Champion MS Dhoni cast vote lok sabha Elections 2024
Image : IANS

MS Dhoni Congratulates Team India: ભારતીય ટીમને 2007માં T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કૂલ (Captain Cool) તરીકે જાણીતા એમ.એસ. ધોની (MS Dhoni)એ રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા (South Africa)ને 7 રનથી હરાવીને 2024નું T20 વર્લ્ડકપ ટાઈટલ જીતી લીધું છે. 

દુનિયાભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ 

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રન બનાવી શકી હતી. ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ભારતીય ટીમને દેશભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. પૂર્વ કેપ્ટન ધોનીએ પણ ભારતીય ટીમ માટે અભિનંદન સંદેશ મોકલ્યો હતો અને કહ્યું હતું કે મેચ દરમિયાન મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. પરંતુ ધોનીએ ટીમના વખાણ કર્યા જેણે દબાણમાં પોતાની જાતને સંભાળી અને મેચ જીતી હતી.

ધોનીએ શું કહ્યું? 

કેપ્ટન કૂલ ધોની જે સામાન્ય રીતે સોશિયલ મીડિયાથી દૂર રહે છે, તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા ભારતીય ટીમ (Team India)ને અભિનંદન આપ્યા. ભારતીય ટીમનો ફોટો શેર કરતા તેણે કેપ્શન લખ્યું હતું કે, મારા ધબકારા વધી ગયા હતા. શાંત રહેવા માટે, તમારામાં વિશ્વાસ રાખવા અને તમે જે ધાર્યું તે કરી બતાવવા બદલ શાબાશ. દેશભરમાંથી ભારતીયો અને વિશ્વભરના લોકો વતી વર્લ્ડ કપ ઘરે લાવવા બદલ તમારો આભાર. તમને શુભેચ્છાઓ. અરે, જન્મદિવસની કિંમતી ભેટ માટે આભાર.”

આ પણ વાંચો : ટ્રોફી જીતતાં જ 'ધ વૉલ' તરીકે જાણીતા ટીમ ઈન્ડિયાના 'ગુરુ'એ લીધી વિદાય

છેલ્લી ચાર ઓવરમાં મેચ પલટાઈ ગઈ

તમને જણાવી દઈએ કે મેચમાં એક સમયે ભારતીય ટીમ બેક ફૂટ પર જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ હેનરિક ક્લાસેન (52)ની ઇનિંગની મદદથી મેચ પર પકડ બનાવી રાખી હતી. પરંતુ ભારતે છેલ્લી ચાર ઓવરોમાં બાજી પલટી. જસપ્રીત બુમરાહે માર્કો જેન્સનને આઉટ કર્યો અને ઓવરમાં માત્ર બે રન આપ્યા. ત્યારબાદ અર્શદીપ સિંહે 19મી ઓવરમાં ચાર રન ખર્ચ્યા હતા. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં વર્ચસ્વ જમાવ્યું અને ડેવિડ મિલર અને કાગિસો રબાડાની વિકેટ લીધી. સૂર્યકુમાર યાદવ (SuryaKumar Yadav)નો કેચ ક્રિકેટ ચાહકો લાંબા સમય સુધી યાદ રાખશે.

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત પર 'કેપ્ટન કૂલ' ધોનીનું આવ્યું રિએક્શન, કહ્યું - 'મારા તો ધબકારાં...' 2 - image


Google NewsGoogle News