Get The App

IPL 2025: ધોની જ નહીં, આ બે અનકેપ્ડ ખેલાડીઓ પણ થઈ શકે છે રિટેન, જુઓ કોણ કોણ

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
IPL 2025: ધોની જ નહીં, આ બે અનકેપ્ડ ખેલાડીઓ પણ થઈ શકે છે રિટેન, જુઓ કોણ કોણ 1 - image


IPL 2025 : આગામી IPL 2025ની સિઝનને લઈને નવા નિયમો સામે આવી ગયા છે. હવે ફ્રેન્ચાઇઝી 6 ખેલાડીઓને રિટેન કરી શકશે. જેમાં 5 કેપ્ડ અને 1 અનકેપ્ડ ખેલાડી સામેલ હશે. ટીમો કેપ્ડ ખેલાડીને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરી શકે છે. પરંતુ આ માટે એક નિયમ પણ બનાવવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ ન રમનાર ખેલાડીઓને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન રાખી શકાય છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીની સાથે પીયૂષ ચાવલાનું નામ પણ જોડાઈ શકે છે.

ધોની ઘણાં લાંબા સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. અને ફ્રેન્ચાઇઝી તેણે છોડવા માંગતી નથી. જેથી તે ફરી એકવાર રિટેન થઇ શકે છે. પરંતુ તે અનકેપ્ડ ખેલાડી તરીકે રમશે. જો કે આ બાબતે કોઈ આધિકારિક જાણકારી સામે આવી નથી. હવે આ યાદીમાં પીયુષ ચાવલાનું નામ પણ જોડાઈ ગયું છે. ચાવલાને મુંબઈ ઇન્ડિયન્સ અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરી શકે છે. તેણે ભારત માટે છેલ્લી વનડે વર્ષ 2011 અને ટેસ્ટ 2012માં રમી હતી.

સંદીપ શર્માને રાજસ્થાન રોયલ્સ રિટેન કરી શકે છે. સંદીપે ભારત માટે માત્ર 2 T20 મેચ રમી છે. તેણે 2015માં ડેબ્યૂ કર્યું હતું અને તે જ વર્ષે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી. સંદીપનો ઘરેલું ક્રિકેટમાં રેકોર્ડ સારો છે. અને તેણે આઈપીએલમાં પણ ઘાતક બોલિંગ કરી છે. સંદીપે 126 IPL મેચમાં 137 વિકેટ લીધી છે.

અહીં તમને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર અનકેપ્ડ ખેલાડીની કિંમત 4 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. જ્યારે કેપ્ડ ખેલાડી માટે 18 કરોડ રૂપિયાની સાથે એક બીજી કેટેગરી પણ નક્કી કરવામાં આવી છે. આ વખતે ઓક્શનમાં ટીમો પાસે વધુ પૈસા હશે. ફ્રેન્ચાઇઝીઓ પાસે રાખી શકાતી રકમવધારીને 120 કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેથી, ખેલાડીઓને આનો ફાયદો થશે. ખેલાડીઓને કરારમાં મળેલી રકમની સાથે મેચ ફી પણ મળશે.


Google NewsGoogle News