ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝમાં સૌથી વધુ રન ધોનીના ચેલાએ બનાવ્યા, ધમાકેદાર ફોર્મ બાદ માહી અંગે કહી આવી વાત
વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની યુવા બ્રિગેડ T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી T20 બાદ ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે આઈપીએલ રમતી વખતે ધોની પાસેથી શિખ્યો જીણવટપૂર્વક રમત
IND Vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝમાં ભારતે 3-1થી વિજય મેળવ્યો છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડે આ સિરીઝમાં અત્યાર સુધી મહત્વની ભૂમિકા ભજવી છે અને ચાહકો સિરીઝની છેલ્લી મેચમાં આ બેટ્સમેન પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે. ઋતુરાજ ગાયકવાડે વર્લ્ડ કપ ટાઇટલ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ જીતવા પર ખુશી વ્યક્ત કરી છે. ઋતુરાજ ગાયકવાડે જિયો સિનેમા નિષ્ણાતો સિમોન કેટિચ અને અભિષેક નાયર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્લ્ડ કપ ફાઇનલમાં નિરાશાજનક હાર બાદ આ જીત દરેક માટે ખુશીઓ લઈને આવી છે.
ધોની પાસેથી શીખ્યું જીણવટપૂર્વક રમતા
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી T20 બાદ ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે આઈપીએલમાં સીએસકે માટે રમતી વખતે ધોનીના નેતૃત્વમાં T20 કિકેટને જીણવટપૂર્વક રમતા શિખ્યો. તેમણે કહ્યું કે, સીએસકે માટે રમતી વખતે આ ફોર્મેટ વિષે ઘણું બધું શિખવા મળ્યું છે. માહીભાઈ હંમેશા પરિસ્થિતિ પ્રમાણે રમતને સમજવા તત્પર રહે છે.
ધોનીના ગુરુ મંત્ર પર ગાયકવાડે કર્યું કામ
ગાયકવાડે કહ્યું કે ધોની હંમેશા એ વાત પર જ ધ્યાન આપે છે કે ટીમનો સ્કોર જોઇને જ નક્કી કરાવનું કે ટીમની જરૂરિયાત શું છે, પછી ભલે મેચની પરિસ્થિતિ ગમે તે હોય. તેમણે એમ પણ જણાવ્યું કે T20માં તમારે માનસિકરૂપે હંમેશા ગેમ કરતા આગળ રહેવું પડે છે, જે બાબતને હું ખાસ મહત્વ આપુ છુ. જેથી મેચ પહેલા મેં વિચાર્યું કે મેચ દરમ્યાન કેવા પ્રકારની પરીસ્થિતિ થઇ શકે છે અને પીચ કેવી રહેશે. આ બાબત પર મેં માહી ભાઈની લીડરશીપ પર કામ કર્યું. તેમનું કહેવું છે આપણે મેચ દરમ્યાન મનને વધુ ભટકવા ન દેવું જોઈએ.
આ જીતે વર્લ્ડકપની હારનું દુઃખ ઓછું કર્યું- ગાયકવાડ
ઋતુરાજ ગાયકવાડે જિયો સિનેમા નિષ્ણાતો સિમોન કેટિચ અને અભિષેક નાયર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્લ્ડ કપ ફાઇનલમાં નિરાશાજનક હાર બાદ આ જીત દરેક માટે ખુશીઓ લઈને આવી છે.